"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બરકત વીરાણી ‘બેફામ’ના યાદગાર શે’ર…

 

શ્રદ્ધાની  હો સુવાસ, પ્રતિક્ષાનો   રંગ  હો,
એવા ફૂલો  ખીલે છે  ફકત પાનખર  સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાના  ઝાંઝવા જે  રહ્યાંતાં નજર  સુધી.

********************************

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભુલી શકો;
કે  તમારા પ્રેમમાં મેં   તો ભુલાવ્યા  છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યા છે મને.

********************************

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી  હોતી,
ચણાયેલ ઈમારત એના નકશામાં નથી હોતી.

*********************************

ગલત ફહેમી ન કરજે, ઐશ   માટે મયકશી નહોતી,
મને પણ શોખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ફેબ્રુવારી 1, 2010 - Posted by | ગમતી ગઝલ

2 ટિપ્પણીઓ »

  1. Very good collections in your site. Source of some of the non available literature will help people who are new to gujarati literature.
    Dr P A Mevada, ‘Saaj’

    ટિપ્પણી by venunad | ફેબ્રુવારી 1, 2010

  2. સરસ સંકલન…

    ટિપ્પણી by વિવેક ટેલર | ફેબ્રુવારી 2, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s