"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અમે અમદાવાદી!

 

માણેકચોક….

********************************************

અમે    અમદાવાદી,  અમે અમદાવાદી !
જેનું પાણી લાવ્યું તાણી ભારતની  આઝાદી
                         અમે અમદાવાદી!

અમદાવાદના    જીવનનો   સુણજો   ઈતિહાસ  ટચૂકડો,
જ્યાં   પહેલાં બોલે    મિલનું ભૂંગળું, પછી  પુકારે કૂકડો
સાઈકલ   લઈને  સૌ   દોડે   રળવા      રોટીનો  ટુકડો :
પણ મિલના-મંદિરના ‘નાગદેશ્વર’નો રસ્તો ક્યાં છે ઢૂકડો?
મિલમજદૂરની   મજદૂરી    પર     શહેરતણી   આબાદી
                                         અમે અમદાવાદી!

સમાજવાદી,  કૉંગ્રેસવાદી,   શાહીવાદી,    મૂડીવાદી
નહિ  કમિટી,    નહી સમિતિ,  કૉમ્યુનિસ્ટ કે જ્ઞાતિવાદી
નહિ વાદની   વાદવિવાદી,   એમ(M)   વિટામિનવાદી
                                          અમે અમદાવાદી!

ઊડે     હવામાં     ધોતિયું     ને      પ્હેરી   ટોપી  ખાદી
ઊઠી     સવારે     ગરમ     ફાફડા, ગરમ જલેબી  ખાધી
આમ      જુઓ     તો     સુકલડી   ને  સૂરત લાગે માંદી
પણ    મન    ધારે તો    ચીનાઓની   ઉથલાવી દે ગાદી,
દાદાગીરી    કરે   બધે છોકરાં, પણ   છોકરીઓ જ્યાં દાદી
                                           અમે અમદાવાદી!

હોય     ભલેને      સક્ક્મી     કે     હોય   ભલે અક્કરમી
રાખે    ના ગરમીની     મોસમ    કોઈની    શરમાશરમી;
પણ     ઠંડીમાં     બંડીને     ભરમે    ના રહેવાનું ભરમી
ચોમાસાનાં     ચાર     ટીપાંમાં   ધરમ     કરી લે ધરમી
આવી છે    બહુ     કહેવાની આતો      કહી નાખી એકાદી
              પોળની અંદર પોળ
              ગલીમાં ગલી
              ગલી પાછી જાય શેરીમાં વળી
              શેરી પાછી જાય પોળમાં વળી
વળી    પાછી     ખડકીને   અડકીને અડકીને ખડકી ચલી
મુંબઈની    કોઈ         મહિલા જાવા જમાલપુર  નીકળી
વાંકીચૂંકી          ગલીગલીમાં      વળેવળીને     ભલી
માણેકચોકથી    નીકળી     પાછી     માણેકચોકમાં મળી.
                            અમે અમદાવાદી!
-અવિનાશ વ્યાસ

જાન્યુઆરી 29, 2010 - Posted by | મને ગમતી કવિતા

4 ટિપ્પણીઓ »

 1. super! love it!

  ટિપ્પણી by chandu shah | જાન્યુઆરી 29, 2010

 2. જમાલપુર કે કાલુપુરમાં એવું તે શું દાટ્યું છે કે આ ગુજરાતી મહીલાઓ જમાલપુર અને કાળુપુર જાય છે.

  ટિપ્પણી by vkvora, Atheist, Rationalist | જાન્યુઆરી 30, 2010

 3. vahamdavadi vah kharu olkhya ho !!!!!!!!!!!

  ટિપ્પણી by tarun katbamna | ફેબ્રુવારી 8, 2010

 4. puj visvadeepbhai
  valantine and adhuru sapanu , both are v real story
  i reali liked it.
  pita no pream is best kavita.
  thankyou v much for good righting i read every day and wati ifyour righting is late.

  ટિપ્પણી by harsha | ફેબ્રુવારી 17, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: