"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ડૉ. રઈશ મનીઆરના યાદગાર શે’ર

લાગે  છે  જ્યારે  કંઈ  જ  જીવનમાં બચ્ચું  નથી,
જીવનની   એ   નવી   જ    શરૂઆત    હોય છે.
************************************

માત્ર   દોરા   જ    હાથોમાં  રહી   જાય છે,
ગુંચ    જીવનની   જ્યારે      ઉકેલાય      છે.

************************************

બાળકના   ખિલખાટની   તો  વાત ઓર  છે,
મંત્રો-અઝાનમાં   બહુ    ગમગીન   હોઉં છું.
*************************************

તું  કહે  છે મંદીરમાં  છે, હું  કહું છું કે દિલમાં છે,
દોસ્ત, ચોખ્ખું  રાખીએ  આપણે    ઈશ્વરનું   ઘર.

***************************************

હાથ   લાંબા  કર્યા    દુઆ  માટે,
હાથમાં આવી અજાણતા જ ગઝલ.
****************************************

એક  માણસ સાદ પાડે, સાંભળી સૌ  કોઈ શકે,
વિશ્વ  આખું  એટલું    બસ નાનું  હોવું જોઈ એ.
****************************************

માત્ર  ત્રણ અક્ષર  છે તું,  ઈશ્વર  છે  તું,
લાગણીથી  પર  છે   તું,  ઈશ્વર  છે  તું.
*****************************************

પ્રશ્ન  છું, કૂટપ્રશ્ન છું, માણસ  છું  હું,
ક્યાં કોઈ  ઉત્તર છે તું,ઈશ્વર  છે   તું.

******************************************

પગ મૂકી તો જો ધરા પર એકવાર !
ક્યાં હજી પગભર છે તું, ઈશ્વર છે તું.

*****************************************

જાન્યુઆરી 15, 2010 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. ઈર્ષાદ, ઈર્ષાદ.

    ટિપ્પણી by VK | જાન્યુઆરી 18, 2010

  2. વાહ, સરસ સંકલન થયું છે…

    ટિપ્પણી by વિવેક ટેલર | જાન્યુઆરી 22, 2010

  3. સરસ સંકલન…

    ટિપ્પણી by Jignesh Adhyaru | જાન્યુઆરી 24, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.