"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ક્રીસમસ(નાતાલ)ની વાર્તા..

નાતાલ એટલે ઇસુજયંતી કે ખ્રિસ્તજયંતી. ખ્રિસ્તી ધર્મના કેન્દ્રમાં ભગવાન ઇસુ ખિ્રસ્ત છે. એટલે દુનિયાભરની સમગ્ર ખ્રિસ્તી આલમ ઇસુનું જન્મપર્વ નાતાલ ઉજવે છે. પરંતુ આજે કેવળ ખ્રિસ્ત આલમ જ નહીં પણ ઇતર ધર્મોના લોકો તેમજ કોઇ ધર્મમાં ન માનનારા લોકો પણ નાતાલનું પર્વ ઉજવે છે. ઘણા બધા લોકો એક જ પર્વ ઉજવે ત્યારે એમાં ખૂબ વૈવિઘ્ય અને ભિન્નતા પણ જૉવા મળે છે. મોટા ભાગના લોકો પરંપરાગત રીતે દર વર્ષે ડિસેમ્બરની ૨૫મીએ નાતાલ ઉજવે છે. તો અમુક ઓર્થોડૉકસ ખ્રિસ્તી સંપ્રદાયના લોકો જાન્યુઆરીની છઠ્ઠીએ નાતાલ ઉજવે છે. પણ ખરી વાત એ છે કે ભગવાન ઇસુનો જન્મ કયા દિવસે થયો છે તે વાત ચોકસાઇથી આપણે જાણતા નથી. તેરતુલિયન અને ઓરિજીન જેવા જાણીતા ઇતિહાસકારોએ ચોથી સદીમાં રોમ અને આફ્રિકામાં નાતાલ ઉજવવાની વાત કરી છે.

આધુનિક ઇતિહાસકારો ઇસુનો જન્મ ઇસવીસન પૂર્વે ૭ અને ૬ વર્ષના ગાળામાં થયો છે એમ માને છે. આમ તો ઇસવીસનની ગણતરી ઇસુના જન્મથી કરવામાં આવી છે. પરંતુ ડાયોનિષ્યસ એગ્િઝગૂસે (ઝiંઁક્કસ્ન્iયસ્ન્ રહૃiયિંયસ્ન્) કરેલી એ ગણતરી ખોટી હતી, તે આજે સૌ જાણે છે. છતાં સૌ સ્વીકારે છે કે ઇસુનો જન્મ કોઇ દંતકથા નથી પણ ઇતિહાસની ખરી વાસ્તવિકતા છે. કેવળ બાઇબલના નવા કરારની વાત જ નહીં પણ રોમના ઇતિહાસમાં પણ ઇસુના જન્મનો પુરાવો મળે છે. પણ ખ્રિસ્તઓ માટે બાઇબલમાં ઇસુ વિશે શુભ સંદેશકારોએ કરેલી વાત જ આધારભૂત છે. એમાં ઇસુના જન્મ અને બાળપણની વિગતવાર વાત સંત લૂકકòત શુભ સંદેશમાં આવે છે. લૂકે કરેલા ઇસુના જન્મના વર્ણનમાં ઇતિહાસના સંદર્ભનો ઉલ્લેખ કર્યોછે. પરંતુ લૂક ઇતિહાસકાર નથી અને ઇતિહાસ લખવાનો એમનો પ્રયત્ન પણ નથી. લૂક તેમજ બીજા શુભ સંદેશકાર માથીએ કરેલા ઇસુના જન્મની વાતમાં ઇતિહાસ કરતાં શ્રદ્ધાપ્રેરિત વર્ણન છે. આ વાત માથ્થીએ આલેખેલા ઇસુના જન્મની વાતમાં આપણે વધુ સ્પષ્ટપણે જૉઇ શકીએ છીએ. માથી ઇસુના અવતારનું વર્ણન કરતાં લખે છે, ‘હવે ઇસુ ખિ્રસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો: એમનાં માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયાં હતાં. તેમનો સહવાસ થાય તે પહેલાં જ માલૂમ પડયું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા અને તેમને ઉઘાંડા પાડવા ઇરછતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટાં કરવાની હતી. તેઓ એ વાતનો વિચાર કરતા હતા એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઇને કહ્યું, ‘હે દાવિદપુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ધેર તેડી લાવતાં ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઇસુ પાડજે, કારણ, તે પોતાની પ્રજાને પાપમાંથી મુકિત આપનાર છે.’ ‘પ્રભુએ પયગંબરમુખે કરેલી ભવિષ્યવાણી સાચી પડે એટલા માટે આ બધું બન્યું. તેણે ભાખ્યું હતું કે, ‘કુંવારી કન્યાને ગર્ભ રહેશે, અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાનુએલ એવું પાડશે.’ ઇમાનુએલ એટલે ‘ઈશ્વર આપણી સાથે છે.’ યોસેફ દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ધેર તેડી લાવ્યા. તેમનું ગમન થયા વગર મરિયમને પુત્ર અવતર્યો અને યોસેફ તેનું નામ ઇસુ પાડયું (માથ્થી ૧,૧૮-૨૫). શુભસંદેશ અને રોમન ઇતિહાસમાંથી આપણે જાણીએ છીએ કે ઇસુનો જન્મ રાજા હેરોદના વખતમાં (હેરોદનું મૃત્યુ ઇસવીસન પૂર્વે ૪માં) બેથલેહેમ ગામમાં થયો હતો. પણ એમનો ઉછેર નાસરેથમાં થયો હતો. તેમના પાલક પિતાનું નામ યોસેફ અને માતાનું નામ મરિયમ હતાં. તેમને યાકુબ, યોસેફ, સિમયોન અને યહૂદા નામે નજીકનાં સગાંઓ કે ‘ભાઇઓ’ હતાં. ઇસુના જન્મ વિશે ચોથા શુભસંદેશકાર યોહાને કરેલી વાત સાદી સીધી લાગે છે પણ એની ગહનતા  તો માનવ સમજણની બહાર છે. યોહાન લખે છે, ‘અને શબ્દ માનવ થઇને અવતર્યો અને તેણે આપણી વરચે વાસ કર્યો’ (યોહાન ૧,૧૪). આપણા માન્યામાં ના આવે એવી આ વાત છે. અહીં ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધાના હાર્દની વાત છે. ખ્રિસ્તીઓ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના ત્ર્ૌકય ઈશ્વરમાં માને છે. અહીં ઈશ્વર પિતાતુલ્ય ઈશ્વરપુત્ર માનવ જેવા માનવ બન્યાની વાત છે. ઈશ્વરપુત્ર એટલે યોહાનના શબ્દોમાં ‘શબ્દ’ માનવ થઇને અવતર્યો  એટલું જ નહીં પણ તેણે આપણી વચ્ચે વાસ કર્યો. ઇસુના જન્મ વિશે વિચાર કરો. ઇસુનો જન્મ કોઇ શકિતશાળી દેશની રાજધાનીમાં નહીં, કોઇ બાદશાહના ભવ્ય મહેલમાં નહીં, રોમ, એથેન્સ જેવી કોઇ સાંસ્કòતિક નગરીમાં નહીં, કોઇ હોસ્પિટલ કે ઘરમાં પણ નહીં પણ એક ગમાણમાં થયો છે! સર્વસૃષ્ટિના સર્જનહાર એક ‘સર્જન’ બને છે, માનવ જેવા માનવ બને છે! ઇસુ ખરેખર ઇમાનુએલ છે અને ‘ઇમાનુએલ’ એટલે ‘ઈશ્વર આપણી સાથે છે’ (માથ્થી ૧,૨૩).

ઇસુ પોતાના જન્મથી ઘોષણા કરે છે કે તે સૌ માણસો સાથે છે. પણ વિશેષ તો તેઓ ગરીબો, દલિતો અને આશ્રય વિનાની સાથે છે. નાતાલ પર્વ નિમિત્તે કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં બે હજાર વર્ષ પહેલાં પ્રથમ નાતાલની રાત્રે પોતાનાં ધેટાંની ચોકી કરતા કેટલાક ભરવાડોને દેવદૂતે કરેલી વાતનો પ્રતિઘ્વનિ આપણા કાન પર પડી શકે છે: ‘બીશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઇ રહેશે, આજે દાવિદાના નગરમાં તમારો મુકિતદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે’ (લૂક ૨, ૧૦-૧૧). આ દૃષ્ટિએ નાતાલ પ્રેમ અને આશાનું પણ પર્વ છે.

સૌજન્ય: વિકિપીડિયા

ડિસેમ્બર 22, 2009 Posted by | ટુંકીવાર્તા, વાચકને ગમતું | Leave a comment

ખટક્યું નહીં.

કોઈ પ્હોંચ્યું   નહીં કોઈ અટક્યું   નહીં,
તે  છતાં   કોઈને કૈ  જ ખટક્યું   નહી.

ખુબ સમજું  હતા સૌ  સ્વજન તે છતાં,
કેમ  લાગ્યું સતત? કોઈ સમજ્યું નહીં.

કોઈ વાદળ રહ્યું  ઘર  ઉપર હરવખત,
પૂછ્યા કયાં જવું ? કેમ વરસ્યું   નહી?

ઘર  બળ્યું હોત    તો વાત જુદી હતી,
જીવ  બળતો   રહ્યો, કોઈ ફરક્યું નહીં.

પીંજરું   પાંખ    જેવું   જ વ્હાલું   હતું,
ઊડવા   તરફ્ડ્યું   ક્યાંય ઊડ્યું   નહીં.

-રાજેશ  વ્યાસ ‘મિસ્કીન’

ડિસેમ્બર 22, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: