"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કવિયત્રી દેવિકા ધૃવના..”શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન કવિશ્રી તુષાર શુકલના હસ્તે..

 

યુ.એસ.સ્થાઈ કવિયત્રી દેવિકા ધૃવના “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન, સભાનું સુંદર સંચાલક રેખાબેન મહેતા એ  કાનનબેનને મા-સરસ્વતિની સ્તુતિ ગાવા વિનંતી કરેલ. ઈશ્વરના આશિર્વાદ મેળવી સૌને આવકારતા રેખાબેન મહેતાએ કહ્યું ” આજ  અમારા પરિવારનો ખુશીનો, સરસ્વતિ-માની આરાધના-સાધનાનાં પરિણામનો દિવસ છે તપશ્ર્યા બાદ સફળતા અને આનંદનો દિવસ છે.” સ્વાગત સહ કહ્યું:  ”જેમને સરસ્વતિનું વરદાન મળ્યું છે એવા કવિશ્રી તુષારભાઈ શુક્લનું સ્વાગત કરું છું.’

                  રેખાબેને  મહેતા હ્યુસ્ટન(યુ.એસ.એ.)થી પધારેલ વિશ્વદીપ બારડને બે-શબ્દો કહેવા વિનંતી કરી. વિશ્વદીપ કહ્યું: ‘કવિયત્રી દેવિકાબેન ધૃવ જેમણે અક્ષર રૂપી સુંદર મોતી વિણી, વિણી શબ્દમાળા-મોતી, પાલવડે ગુંથી એક કાવ્યમાં નવો પ્રયોગ આદરી “ક”થી માંડી આખી બારખડીમાં એકથી એક ચડીયાતા કાવ્યો લખ્યાં એનું હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ગૌરવ લે છે. આજે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે બદલ ગુજરાતી સાહિત્ય સરિતા અને એમના ૧૬૦ સભ્યોવતી અભિનંદન પાઠવું છું અને અમો ગૌરવ અનુભવીએ છીએ.

                  કવિશ્રી તુષાર શુકલે સહર્ષ “શબ્દોને પાલવડે”નું વિમોચન કરતાં  કહ્યું ” આ કવિયત્રીએ પોતાના કુંટુંબ-સંબંધી સૌને સાથ રાખી એના બંધનમાં રાખી એ પિંજરમાં રહીને વિહાર કરવું ગમે, કાવ્ય-સંગ્રહ “શબ્દોને પાલવડે” ઘણો સુંદર બનાવી ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન છે.”ક”થી આખી બારખડીવાળી લયબધ કવિતા અને ગીતમય કવિતા  એ સંગીતમાં કંપોઝ કરી શકાય એવી કવિતા લખી છે.  કવિયત્રીની ઘણી કવિતા એમને ગમી અને પઠન કર્યું.  આખી સભામાં એક અનોખું આકર્ષણ ૯૪ વર્ષ માતુશ્રી બુદ્ધીબેન ધૃવ એ દેવિકાબેનના સાસુ ને રાહુલભાઈના બા ની હાજરી હતી. તુષારભાઈના હસ્તે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ અર્પણ કર્યો..૯૪ વર્ષની ઉંમરના બુદ્ધિબેને છટાદાર ભાષામાં આશિર્વાદ આપતા કહ્યું” દેવિકાએ આ કાવ્ય સંગહ પ્રકાશિત કર્યો એ મારું સ્વપ્ન સફળ કર્યું એ મારું તેમજ અમારા કુંટુંબનું ગૌરવ છે.  ત્યારબાદ દેવિકાબેને સૌનો આભાર વ્યકત કર્યો. રેખાબેન મહેતા સમયને લક્ષમાં રાખી સભાનું સુંદર આયોજન કર્યું.  ત્યારબાદ   સૌ પ્રીતિ-ભોજન લઈ વિખુટા પડ્યા.

ડિસેમ્બર 18, 2009 - Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન … ખરે જ ”શબ્દોને પાલવડે” એક અનોખી શૈલીથી લખાયેલ કાવ્ય સંગ્રહ છે …અને આ કાવ્ય સંગ્રહનું વિમોચન શ્રી તુષારભાઈના હસ્તે થાય એટલે સોનામાં સુગંધ … !

  ટિપ્પણી by cheu | ડિસેમ્બર 18, 2009

 2. દેવિકાબહેનને અભિનંદન !
  “શબ્દોને પાલવડે” ની એકાદ નાની-શી ઝાંખી આપી હોત તો ?

  ટિપ્પણી by Bhajman Nanavaty | ડિસેમ્બર 19, 2009

 3. દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન!

  ટિપ્પણી by વિનય ખત્રી | ડિસેમ્બર 19, 2009

 4. મારા સર્જનના આનંદમાં ભાગીદાર થવા બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર.

  ૨૦૧૦નુ નવું વર્ષ આપ સૌને તન-મન-ધનની સુખાકારી બક્ષે એ જ શાંત,મૂક પ્રાર્થના…

  ટિપ્પણી by devikadhruva | જાન્યુઆરી 3, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: