"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બે મુઠ્ઠી લોટ!

નેત્રયજ્ઞનું દીપ પ્રાગટ્ય કર્યા બાદ અમેરિકાથી પધારેલ દીપેશભાઈ એ કહ્યું:  “પરદેશમાં ચાલીસ વર્ષ વિતાવ્યા બાદ પણ મા-ભોમ, દેશવાસીઓની યાદ આવે છે અને અમો દરવર્ષે આ ભૂમીપર આવી આનંદ અને મજા માણીએ છીએ. તમો સૌનો સ્નેહ-પ્રેમ લાગણી જોઈ એક અનેરો આનંદ આવે છે. ” નેત્રયજ્ઞના આયોજક યોગેશભાઈ સ્વાગતના બે શબ્દો બોલતા કહ્યું: “મિત્રો. પરદેશમાં વર્ષોથી વસતા  દીપેશભાઈ અને રાખીબેનની આપણા પ્રત્યેની લાગણી અદભૂત છે..નેત્રયજ્ઞને સ્પોન્સર કરી જે ગરીબ જનતાને વિનામુલ્યે આંખની સારાવાર , મોતીયાનું નિદાન થાય એ એક અનોખું દાન કરેછે , તેમજ ગરીબો માટે રોજ રામ-રોટી આપવા એક લાખ રૂપિયાનું સંસ્થાને દાન આપેલ છે એ માટે ભગવાન એમને વધારે બરકત આપે એવી પ્રાર્થના. આવા શુભકાર્ય કરવા બદલ સંસ્થા દીપેશભાઈ અને રાખીબેનના આભારી છે.

            આજુબાજુના  ગામડામાંથી..ગાડામાં, બસમાં લગભગ ૩૦૦થી વધારે દર્દીઓ   આંખ તપાસવા ઉમટી પડ્યા. આંખના નિશ્રણાંત ડૉ.પડ્યા સાહેબ અને એમની ટીમ એક પછી દર્દિને તપાસતા હતાં અને સાથો સાથ  જરુરિયાત પ્રમાણે આંખના ટીપા અને નિદાન કરી રહ્યાં હતાં.. ચાલીસથી વધારે દર્દીઓને મોતીયાનું ઑપરેશન કરાવવું જરૂરી લાગ્યું.

‘ડાકટર સા’બ..આ ડાબી આંખમાં જરી પણ દેખાતું નથી  અને જમણી આંખે બહું ઓસુ દેખાઈ..કાઈ એવી દવા આપો..જેથી બે-ટક રોટલાતો ટીપી સકુ.’૮૦વર્ષના માજી ધ્રુજતા, ધ્રુજતા માંડ માંડ બોલી શક્યા..
માજી તમારે કોઈ છૈયા-છોકરા નથી?
બાપલા..મે બે મોટા પાણા જણ્યા સે..
હાવ..નકામા..સ..
એક ઝોપડીમાં રવસુ..ને  બે ટક પેટ ભરાઈ  આટલું કમાઈ લવસુ..
તમો અહી કેવી રીતે આવી શક્યા?
બાજુમાં બાર વરહનો રમણીયાને કહ્યુ કે બે રુપિયા આપું તું મને તારા સાઈક પર ડાકટર પાહે  લઈજા..
પૈયા આપ્યા એ રાજી, રાજી.થોડા..માટી ઢેભા નડ્યા..પણ અહી આવી ચડીયા..
‘માજી..તમારી મંછીવહું.’  રમણિયાએ મોબીલ ફોન આપતા કહ્યું..
‘હાલો.’
મને થોડી ઘર  આવતા સાજ પડી જસે..
તું..મારા માટે બે રોટલા ટીપી રાખ..જે..
પણ..
પણ હુ..
હા..હા..હું પાસી આવી બે રૉટલાનો બે મુઠ્ઠી લોટ તને આપી દઈસ..પસી કઈ..!
પરદેશથી પધારેલ દીપેશભાઈ તુરત ગળગળા થઈ બોલી ઉઠ્યા: “મારો દેશ..મારી જન્મભૂમિ જ્યાં પોતે ભૂખ્યા રહી મહેમાનને જમાડે,,ત્યાં આજ  જન્મ આપનાર  જનેતાને..રૉટલા ઘડવા પોતાના છોકરાની વહુને બે મુઠ્ઠી લોટ આપવો પડેછે!!

ડિસેમ્બર 18, 2009 Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના | Leave a comment

કવિયત્રી દેવિકા ધૃવના..”શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન કવિશ્રી તુષાર શુકલના હસ્તે..

 

યુ.એસ.સ્થાઈ કવિયત્રી દેવિકા ધૃવના “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહનું વિમોચન, સભાનું સુંદર સંચાલક રેખાબેન મહેતા એ  કાનનબેનને મા-સરસ્વતિની સ્તુતિ ગાવા વિનંતી કરેલ. ઈશ્વરના આશિર્વાદ મેળવી સૌને આવકારતા રેખાબેન મહેતાએ કહ્યું ” આજ  અમારા પરિવારનો ખુશીનો, સરસ્વતિ-માની આરાધના-સાધનાનાં પરિણામનો દિવસ છે તપશ્ર્યા બાદ સફળતા અને આનંદનો દિવસ છે.” સ્વાગત સહ કહ્યું:  ”જેમને સરસ્વતિનું વરદાન મળ્યું છે એવા કવિશ્રી તુષારભાઈ શુક્લનું સ્વાગત કરું છું.’

                  રેખાબેને  મહેતા હ્યુસ્ટન(યુ.એસ.એ.)થી પધારેલ વિશ્વદીપ બારડને બે-શબ્દો કહેવા વિનંતી કરી. વિશ્વદીપ કહ્યું: ‘કવિયત્રી દેવિકાબેન ધૃવ જેમણે અક્ષર રૂપી સુંદર મોતી વિણી, વિણી શબ્દમાળા-મોતી, પાલવડે ગુંથી એક કાવ્યમાં નવો પ્રયોગ આદરી “ક”થી માંડી આખી બારખડીમાં એકથી એક ચડીયાતા કાવ્યો લખ્યાં એનું હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા ગૌરવ લે છે. આજે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ પ્રગટ થયો તે બદલ ગુજરાતી સાહિત્ય સરિતા અને એમના ૧૬૦ સભ્યોવતી અભિનંદન પાઠવું છું અને અમો ગૌરવ અનુભવીએ છીએ.

                  કવિશ્રી તુષાર શુકલે સહર્ષ “શબ્દોને પાલવડે”નું વિમોચન કરતાં  કહ્યું ” આ કવિયત્રીએ પોતાના કુંટુંબ-સંબંધી સૌને સાથ રાખી એના બંધનમાં રાખી એ પિંજરમાં રહીને વિહાર કરવું ગમે, કાવ્ય-સંગ્રહ “શબ્દોને પાલવડે” ઘણો સુંદર બનાવી ગુજરાતી સાહિત્યમાં અનોખું પ્રદાન છે.”ક”થી આખી બારખડીવાળી લયબધ કવિતા અને ગીતમય કવિતા  એ સંગીતમાં કંપોઝ કરી શકાય એવી કવિતા લખી છે.  કવિયત્રીની ઘણી કવિતા એમને ગમી અને પઠન કર્યું.  આખી સભામાં એક અનોખું આકર્ષણ ૯૪ વર્ષ માતુશ્રી બુદ્ધીબેન ધૃવ એ દેવિકાબેનના સાસુ ને રાહુલભાઈના બા ની હાજરી હતી. તુષારભાઈના હસ્તે “શબ્દોને પાલવડે” કાવ્ય સંગ્રહ અર્પણ કર્યો..૯૪ વર્ષની ઉંમરના બુદ્ધિબેને છટાદાર ભાષામાં આશિર્વાદ આપતા કહ્યું” દેવિકાએ આ કાવ્ય સંગહ પ્રકાશિત કર્યો એ મારું સ્વપ્ન સફળ કર્યું એ મારું તેમજ અમારા કુંટુંબનું ગૌરવ છે.  ત્યારબાદ દેવિકાબેને સૌનો આભાર વ્યકત કર્યો. રેખાબેન મહેતા સમયને લક્ષમાં રાખી સભાનું સુંદર આયોજન કર્યું.  ત્યારબાદ   સૌ પ્રીતિ-ભોજન લઈ વિખુટા પડ્યા.

ડિસેમ્બર 18, 2009 Posted by | વાચકને ગમતું, સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: