"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જિંદગી જતી રહી એના વગર!

(ભારતની મુલાકાત…લગ્નની સિઝન..કોઈનો મેળાપ..નવી જિંદગીની શરૂઆત..અને ક્યાંક જોઈ જિંદગીની  અંતિમ-ક્ષણ !અંતિમ-વિદાય!..ગઈકાલ લગ્નની મજામાણી  અમદાવાદ આવી રહ્યો હતો અને એક યુવાન-સગાના અવસાનના સમાચાર સેલ ફોનપર મળ્યા..સિધ્ધો ત્યાં ગયો..દશ્ય જોઈ આ કાવ્ય-સરી પડ્યું..)

જિંદગી સાથે દોસ્તી કેવી કરી!
     રહેવાય નહી,સહેવાય નહી,
ડગલું-પગલું ક્યાં ભરાય એના વગર!

હરપળ શ્વાસે કરી દોસ્તી એવી,
      જીવાય નહી,સંગાથ છોડાય નહી,
આ યત્ર-તંત્ર ચાલે નહી એના વગર!

ક્યાં સુધી સથવારો એનો?
     મંત્ર એનો કોઈ જાણે નહી,
મંદીરની ઝાલર વાગે નહી એના વગર!

બાળ-બુઢાપો  કે  જવાની,
     જિંદગીને કોઈ નિસ્બત નહી,
છોડી જશે,દેહ શું કરશે એના વગર?

મૃત દેહની હાલત જુઓ!
    બાંધ્યો કચકચાવી દોરડેથી,
બાળ્યો,જિંદગી જતી રહી એના વગર..

ડિસેમ્બર 15, 2009 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: