"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નવદંપત્તિને આશિષ

(ભારતની મુલાકાતે આવ્યો છું ત્યારેથી ઘણાં લગ્ન-પ્રસંગે જવાનું થયું છે..વિવિધ રંગો, ભાત-ભાતમાં વસ્ત્રોમાં પરિધાન એવા સુંદર યુગલ જોવા મળે, આનંદ આવેછે. લગ્નનો સમય છે..લગ્નની સિઝન ચાલે છે ત્યારે નવદંપત્તિને શુભેચ્છા પાઠવતો સંદેશ-કાવ્ય રૂપે સરી પડ્યો..)

ગાંઠ પ્રિતની બાંધી,સપ્તપદી ફેરા ફરી
    આપ્યું વચન,જન્મ, જન્મોનો સંગાથ,
અગ્નિની સાક્ષી, મંત્રોચાર સહ બન્યા જીવનસાથી આજ.

 
પાનેતરો પ્રિતના પહેરી,
    યૌવન તણે આંગણે સહજીવનની શરૂઆત,
શુભ-લાભના સાથીયા  પાડી રહ્યા છો આજ.

 

સંસારમાં  સદા કંસારની  મીઠાસ મળે,
   સુખ-દુ:ખમાં હસતા રહી શુભ કાર્ય કરો,
સ્વર્ગ સરીખું જીવન જીવી,કરતા રહો કિલ્લોલ આજ.

 

લીલા તોરણ હ્ર્દય આંગણે લહેતા રહે,
   જ્યાં કદમ,કદમ પર જીવન-સાથીનો સંગાથ,
સ્નેહનું હો જ્યાં સિચન, ત્યાં જીવનબાગ મહેંકી રહે આજ.

 

 

શુભ આવસરે આશિર્વાદ  નવદંપત્તીને
   જ્યાં રહો સાથે રહો, સદાય સુખી રહો,
સંસારમાં સાથે રહી મંગળ ગીત ગાતા રહો આજ.

 

ડિસેમ્બર 11, 2009 - Posted by | સ્વરચિત રચના, Uncategorized

4 ટિપ્પણીઓ »

 1. “આવો, આવો તો મારી આંખો ઠરે,
  ને નહિ આવો તો મુખ નહિ મોડું”

  આ પંક્તિ ખૂબ ગમી.
  mge ni shubhechchao saras api che.

  any plan 4 india ?

  and not to forgte orissa

  ટિપ્પણી by nilam doshi | ડિસેમ્બર 11, 2009

 2. મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગની લિન્ક આપ તમારા બ્લોગમાં શામીલ કરશો.હું પણ તમારી લીંક મારા બ્લોગ માં મૂકી દઈશ.
  બ્લોગનિ લિન્ક-
  ફ્રી ગુજરાતી SMS માટે- http://gujratisms.wordpress.com

  ટિપ્પણી by તપન પટેલ | ડિસેમ્બર 11, 2009

 3. નવદંપત્તિને શુભેચ્છા પાઠવતો સંદેશ-કાવ્ય રૂપે સરી પડ્યો..)

  ગાંઠ પ્રિતની બાંધી,સપ્તપદી ફેરા ફરી….Feelings of heart nicely
  expressed.
  Ramesh Patel(Aakashdeep)

  Resp Vijaybhai

  nabhakashdeep.wordpress.com
  Invited on New blog with a req .to visit.

  Pl include name of my blog on list.

  With regards
  Ramesh Patel(Aakashdeep)

  ટિપ્પણી by Ramesh Patel | ડિસેમ્બર 11, 2009

 4. already gicen

  ટિપ્પણી by Ajitsinh S.Zala | ડિસેમ્બર 21, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: