"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

નવદંપત્તિને આશિષ

(ભારતની મુલાકાતે આવ્યો છું ત્યારેથી ઘણાં લગ્ન-પ્રસંગે જવાનું થયું છે..વિવિધ રંગો, ભાત-ભાતમાં વસ્ત્રોમાં પરિધાન એવા સુંદર યુગલ જોવા મળે, આનંદ આવેછે. લગ્નનો સમય છે..લગ્નની સિઝન ચાલે છે ત્યારે નવદંપત્તિને શુભેચ્છા પાઠવતો સંદેશ-કાવ્ય રૂપે સરી પડ્યો..)

ગાંઠ પ્રિતની બાંધી,સપ્તપદી ફેરા ફરી
    આપ્યું વચન,જન્મ, જન્મોનો સંગાથ,
અગ્નિની સાક્ષી, મંત્રોચાર સહ બન્યા જીવનસાથી આજ.

 
પાનેતરો પ્રિતના પહેરી,
    યૌવન તણે આંગણે સહજીવનની શરૂઆત,
શુભ-લાભના સાથીયા  પાડી રહ્યા છો આજ.

 

સંસારમાં  સદા કંસારની  મીઠાસ મળે,
   સુખ-દુ:ખમાં હસતા રહી શુભ કાર્ય કરો,
સ્વર્ગ સરીખું જીવન જીવી,કરતા રહો કિલ્લોલ આજ.

 

લીલા તોરણ હ્ર્દય આંગણે લહેતા રહે,
   જ્યાં કદમ,કદમ પર જીવન-સાથીનો સંગાથ,
સ્નેહનું હો જ્યાં સિચન, ત્યાં જીવનબાગ મહેંકી રહે આજ.

 

 

શુભ આવસરે આશિર્વાદ  નવદંપત્તીને
   જ્યાં રહો સાથે રહો, સદાય સુખી રહો,
સંસારમાં સાથે રહી મંગળ ગીત ગાતા રહો આજ.

 

ડિસેમ્બર 11, 2009 Posted by | સ્વરચિત રચના, Uncategorized | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: