"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

 

દીકરી  હૈયા કેરો  હાર, ખીલતી ખુશીઓનો ગુલાલ,
                            દીકરીને પારકી થાપણ કહેવાય નહીં..
 
પાડતી કુમ કુમ કેરા પગલા, એ તો આંગણ  કેરી વેલ,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

પિતાની આંગળી પકડી પગના ઝાંઝર  ઝંઝણાવતી,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

લક્ષ્મી બની આવી લાવી શુભ-લાભના સાથિયા,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

ત્રણકુળ  તારે તોય અભિમાન મનમાં આ આણે,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

 મારી કંકુ કેરા થાપા લેતી  વસમીભરી   વિદાઈ,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

મા-બાપ યાદ આવતાં આંખો  આંસુથી ભરાઈ,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

પિયર-સાસરે  દીકરી  પ્રેમ રસ  પિરસતી
                            દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

દીકરી દેવોભવ ,દીકરી    વ્હાલ ભરેલો  દરિયો,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

એક ભવમાં  રૂપ અનેક , એ તો ત્રણકુળને તારતી,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.
 

ડિસેમ્બર 8, 2009 - Posted by | સ્વરચિત રચના

14 ટિપ્પણીઓ »

 1. sachu kahu..ruvada ubha thai gaya aa rachna vanchi ne.mane bahu j gamyu uncle દીકરીને પારકી થાપણ કહેશો નહીં aa vaat tamaari.
  me aane lai ne j ek posting karelu mara blog par k “hanmesha strio e j sasre kem javanu????” shu thay ek dikari chu ne, ek stri chu ne…aavu badhu man ma aavi jay to lakhai jay che.
  regards,
  sneha

  ટિપ્પણી by sneha | ડિસેમ્બર 8, 2009

 2. દીકરીને પારકી થાપણ માનવાની પાછળ ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે.સ્ત્રીને હજારો વર્ષો થી પુરુષ પ્રધાન સમાજ માં ફક્ત વસ્તુ સમજવામાં આવે છે.થાપણ એટલે ધન,ડીપોજિટ.એ શબ્દ વસ્તુ ની યાદ અપાવે છે.વસ્તુ તમે જેને આપવી હોય તેને આપી શકો.આજ સુધી દીકરીઓ સાથે એવુજ થતું આવ્યું છે.હવે ની વાત જુદી છે.પણ પહેલા ક્યાં પૂછવામાં આવતું હતું કે તને આ છોકરો ગમે છે કે નહિ.જુગાર માં શું મુકાય?પૈસા કે ધન કે વસ્તુ.જો પત્નીને પત્ની માનતા હોત તો પાંડવો દ્રૌપદીને જુગારમાં ના મુકત.હજુ પણ સમાચાર મળે છેકે પત્નીને જુગારમાં હારી ગયા.પત્નીને કોઈ પાચ જણા વચ્ચે વહેચે ખરા?વસ્તુને વહેચીને ખવાય.એ જમાનામાં કદાચ રીવાજ હશે.શ્રી કાન્તીભટ્ટ કહે છે,સ્ત્રીઓનેજ સફર થવું ,પીડાવું ગમે છે. પારકી થાપણ વાળું મુવી ને ગીત કેટલું બધું સફળ થએલું.એ જોવા સ્ત્રીઓ જ ઉમટી પડેલી ખાસ તો.આ ધર્મરાજાઓની કથાઓ વર્ષોથી બ્રેન પર હથોડાની જેમ ઠોકાયા કરતી હોય ત્યાં બીજું શું થાય?શ્રી કાન્તીભટ્ટ કહે છે સ્ત્રીઓ જ આં કથાઓમાં વધારે હોય છે.એમના પ્રતિભાવ માં મેં “સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો?” નામનો પ્રતિભાવ મોકલેલ જે દિવ્યભાસ્કર માં સિટીજન જર્નાલીઝમ માં પબ્લીશ થયેલો.અને કરુણતા એ છે કે એની નીચે જે કોમેન્ટ્સ આવેલી એ ફક્ત સ્ત્રીઓ એ જ આપેલી કોઈ ભાયડા મર્દે એક પણ કોમેન્ટ લખેલી નહિ.અહીજ પુરુષોનું માનસ દેખાઈ આવે છે.ખેર હવે જમાનો બદલાયો છે.આ માટે મેં મારા બ્લોગ “કુરુક્ષેત્ર” માં ઘણુબધું લખ્યું છે.પણ મૂળ વાત આ ગીત ખુબજ સુંદર છે.અને આવું લખવું જરૂરી છે.હવે જો શ્રી કાંતિ ભટ્ટ સાહેબ ની વાતો સાચી હોય તો પુરુષોએ જ સ્ત્રીઓને જગાડવાના પ્રયત્નો કરવા પડશે.કોઈને દુભાવવાનો મારો હેતુ નથી.ભૂલચૂક હોય તો માફ કરશો.

  ટિપ્પણી by Bhupendrasinh Raol | ડિસેમ્બર 8, 2009

 3. મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગની લિન્ક આપ તમારા બ્લોગમાં શામીલ કરશો.
  બ્લોગનિ લિન્ક-
  ફ્રી ગુજરાતી SMS માટે- http://gujratisms.wordpress.com

  ટિપ્પણી by તપન પટેલ | ડિસેમ્બર 8, 2009

 4. I agreed with you …
  vishwadeep.

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ડિસેમ્બર 9, 2009

 5. આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
  સુખનું છે કે દુ:ખનું એ તો કોઈ શક્યું ના જાણી
  બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
  દીકરી તો પારકી થાપણ કહેવાય

  – અવિનાશ વ્યાસના ગીતનું પ્રતિગીત
  બહુ જ સરસ

  ટિપ્પણી by pragnaju | ડિસેમ્બર 9, 2009

 6. દીકરી સાપનો ભારો નહિ પણ વ્હાલનો દરિયો .. તુલસી ક્યારો ..

  ટિપ્પણી by chetu | ડિસેમ્બર 11, 2009

 7. “દીકરી તો પારકી થાપણ કહેવાય”

  “દીકરીને પારકી થાપણ કહેવાય નહીં”

  Both are right in their own way,

  ટિપ્પણી by pravinash1 | ડિસેમ્બર 17, 2009

 8. “દીકરીને પારકી થાપણ કહેવાય”… અને હવે “દિકરી પારકી થાપણ કહેવાય નહી”…પહેલા દિકરીને પારકી થાપણ કહેવાતી અને હવે ઘર જમાઈ બનેલો દિકરો પારકી થાપણ….અને આ રચાના સાથે વધુ છેડ-છાડ કરીને બનાવામાં આવે તો ,આ રીતે બને “દીકરો તો પારકી થાપણ કહેવાય”

  ટિપ્પણી by રાજની ટાંક | જાન્યુઆરી 11, 2010

 9. yes i really impressed by your sond that ki beti parai nahin hoti.thanking you

  ટિપ્પણી by chander mohan | માર્ચ 16, 2010

 10. હવે દીકરી દેવો ભવ નું સૂત્ર અમલમાં આવવું જોઇએ એવું નથી લાગતું ?

  ટિપ્પણી by nilam doshi | માર્ચ 22, 2010

 11. sha mate dikri ane dikrama bhed krocho shu dikeri kamani krine jidgi akhi ma bapne nathi sachvti? jyare dikero bhnel ganel vhuni sathe vibhakt kutubma nathi raheto? eto tamra man jeva sanskar ane jevi tamri drasti.

  ટિપ્પણી by pushpa r rathod | માર્ચ 30, 2010

 12. verry good yaarrrrrrrrrrrrr

  ટિપ્પણી by kalpesh diu | એપ્રિલ 17, 2010

 13. good job

  ટિપ્પણી by sanjay | મે 11, 2010

 14. very very nice Sir

  I like it.

  Dr. Kishorbhai M. Patel

  ટિપ્પણી by ડો. કિશોરભાઈ એમ. પટેલ | ફેબ્રુવારી 15, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: