"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

 

દીકરી  હૈયા કેરો  હાર, ખીલતી ખુશીઓનો ગુલાલ,
                            દીકરીને પારકી થાપણ કહેવાય નહીં..
 
પાડતી કુમ કુમ કેરા પગલા, એ તો આંગણ  કેરી વેલ,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

પિતાની આંગળી પકડી પગના ઝાંઝર  ઝંઝણાવતી,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

લક્ષ્મી બની આવી લાવી શુભ-લાભના સાથિયા,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

ત્રણકુળ  તારે તોય અભિમાન મનમાં આ આણે,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

 મારી કંકુ કેરા થાપા લેતી  વસમીભરી   વિદાઈ,
                              દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

મા-બાપ યાદ આવતાં આંખો  આંસુથી ભરાઈ,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

પિયર-સાસરે  દીકરી  પ્રેમ રસ  પિરસતી
                            દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

દીકરી દેવોભવ ,દીકરી    વ્હાલ ભરેલો  દરિયો,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.

એક ભવમાં  રૂપ અનેક , એ તો ત્રણકુળને તારતી,
                             દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.
 

ડિસેમ્બર 8, 2009 Posted by | સ્વરચિત રચના | 14 ટિપ્પણીઓ

   

%d bloggers like this: