"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મમતાના સોગંદ!

 
‘હલો! ડૉ.ઉમેશ છે?’
‘હા, બોલો, હું ઉમેશ બોલુ છું.’
‘આપ કોણ?’
‘મારું નામ રમા  છે, હું  લૉસ-એન્જલસથી બોલું છું.’
‘આપની શું સેવા કરી શકું?’
ઉમેશ, હું આવતા વીકે હ્યુસ્ટન આવી રહી છું..તમે મને તમારી મુલાકાત આપી શકો? મારે જરુરી કામ છે..
‘મને મારી એપોઈન્ટમેન્ટ ડાયરી જોઈ લેવા દો.’
‘પણ આપની ઓળખાણ ના પડી.’
‘હું તારી…મ…બોલતા બોલતા રમા અટકી ગઈ…વાત બદલાવી બોલી:આપના પિતા અને મમ્મીની જુની મિત્ર છું અને અમો હ્યુસ્ટનમાં પડોશમાં  રહેતા હતા..પણ મારે તારુ…તમારું  થોડું કામ છે..મળી શકાય?’
આવતા વીકે મારે ઓફ છે..પણ તમો અહી  આવો એટલે ફોન કરશો.થોડો સમય ફાળવી શકીશ…ઉમેશને નવાઈ તો લાગી..ન જાણ ના પિછાણ! શું કામ હશે?

                      અહીં અમેરિકામાં જન્મેલો ઉમેશ દ્વિધામાં પડી ગયો. ઉમેશની મધર મેરી સ્કુલમાં પ્રિન્સિપલ અને ફાધર મુકેશ(માઈક)પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા હતાં અને ઉમેશને કદી રમાબેન વિશે વાત કે ઉલ્લેખ થયો નહોતો. ઉમેશ પોતે બ્રેસ્ટ-કેન્સર સ્પેશ્યાલીસ્ટ હતો.  ૩૫ વર્ષનો ઉમેશ એમ.ડી હોસ્પીટલમા એક કાબેલિત અને હોશિયાર ડૉકટર તરીકે ગણાય છે. ઘણાં કેસમાં એમને સફળતા મળી છે. ઈન્ડીયન કોમ્યુનિટી,બ્રેસ્ટ-કેન્સર પ્રીવેન્ટીવ સેમિનાર ગોઠવતી ત્યારે ઉમેશ અચુક હાજર રહેતો  અને એમની સેવાનો લાભ આપણી કોમ્યુનિટીને મળતો.

‘ડૉ.ઉમેશ!’
‘યસ,’
‘રમા બોલું છું.’
‘ઓહ! આન્ટી , ક્યારે આવ્યા?’
‘ગઈ કાલ રાતે..’
‘આન્ટી, આજે બપોરે લન્ચમાં મારે ઘેર આવો..હું..’
‘થેન્ક્યુ..પણ આપણે લન્ચમાં” ભાવના” રેસ્ટૉરન્ટમાં મળીએ તો સારૂ…તમને ફાવશે?
ઉમેશને નવાઈ લાગી..થોડું  સ્ટ્રેન્જ લાગ્યું..
‘ઓકે..’ભાવના’માં મળીએ..બાર વાગે..’

‘હલો, હું  રમા.’
‘હું ઉમેશ…આપને મળી આનંદ થયો.’
‘મને પણ.’
‘હું તમને બેટા કહું તો…’
‘નો…મને કોઈ માઈન્ડ નથી..આન્ટી..તમે મારી મમ્મીની  ઉંમરના જ છો.’
‘બેટા..તારું નામ… બ્રેસ્ટ-કેન્સરમાં ઘણું જ  ફેમસ છે..તું એક  હોશિયાર..કાબિલ ડૉકટર છો તેનું મને ગૌરવ છે.’
‘આન્ટી..આપ જેવા વડીલોના આશિર્વાદ!!’
‘બેટા! ઘણાં વર્ષોથી દટાયેલું રહ્સ્યની વાત કરવા આવી છું.’
શું કહ્યું આન્ટી કોનું રહસ્ય?? ઉમેશે આંચકો અનુભવ્યો!
‘બેટા..પાત્રીસ વર્ષ પહેલાંની વાત છે!!’
‘મારા જન્મ પહેલાંની?’
‘હા બેટા…’
‘જલ્દી જલ્દી કહો…’
૧૯૭૦માં હું અને મીતા બન્ને એર-ઈન્ડીયામાં સાથે હતાં..અમો બન્ને ભારતથી પહેલીજવાર નવા નવા અમેરિકા આવી રહ્યાં હતાં અને પ્લેનમાં બાજું બાજુંમાં બેઠાં હતાં ..બન્ને બહેનપણી બની ગયા..
‘પણ મીતા કોણ??’
‘બેટા. શૉક નહી લગાડતો…કદાચ તું નહી માને…’
‘પણ્ શું આન્ટી?’
‘બેટા! મીતા તારી મમ્મી છે!!
‘શું આન્ટી તમે કોઈ મુવી-સ્ટોરીની વાત કરો છે કે ..?
‘મારી મમ્મીનું નામ મેરી છે…મને જન્મ આપનાર માતા નેટી તો મને જન્મ આપી ગુજરી  ગઈ હતી..તમને ખબર ના હોય તો કહી દઉ!’
‘મને બધી ખબર છે બેટા. તારી માતાનું ખરુ નામ મીતા છે. તારે માનવું ના માનવું એ તારા પર આધારિત છે….’
‘પહેલાં બધી વાત સાંભળ પછી તારે નક્કી કરવાનું છે કે સત્ય શું છે?
‘ઓકે આન્ટી.
તારા ફાધર, મુકેશભાઈ લગ્ન કરવા ભારત આવ્યા અને એમના લગ્ન મીતા સાથે થયાં…મુકેશભાઈ લગ્નબાદ એકાદ વીક મીતા સાથે રહ્યાં હતાં.એ સમય દરમ્યાન તારી મમ્મી પ્રેગનન્ટ થઈ.એ અહી આવી અને મેં તને કહ્યું તેમ અમો બન્ને સાથે જ પ્લેનમાં હતાં..
અહીં આવ્યા બાદ ખબર પડી કે તારા પિતા મેરીનાં ગાઢ પ્રેમમાં હતાં..એની ખબર મીતાને પડી..અહી એનું કોઈજ નહોતું..મારો અહીનો ફોન તેણી પાસે હતો, મીતા એ મને ફોન કર્યો..હું પણ અહી નવી નવી હતી..ફોન પર બહું જ રડી, મીતા એ બધીજ હકીકત કહી..મને કહ્યુ: રમાબેન હું આપઘાત કરું? શું કરું કશી ખબર પડતી નથી..મેં સલાહ આપી: મીતા તું પ્રેગનન્ટ છો, ખોટું પગલું ભરી, તારી અને બાળહત્યા કરી પાપનું પોટલું ના ભરીશ.
તારા જન્મબાદ..મીતા ઘણી ખુશ હતી…પણ એ ખુશી માત્ર તારા પુરતી મર્યાદીત હતી..પતિનું સુખ નહોતું..જવાદે એ વાત!
મીતાએ   તને લઈ કાયમ માટે ભારત જવાનું નક્કી કર્યું..પણ પૈસાના જોરે તારા પિતા સાથે ડીવૉર્સ બાદ તારી કસ્ટોડી તેમણે લીધી…મીતા, દુ:ખી, દુ:ખી થઈ ગઈ..મારી પાસે ખુબજ રડી..ચોધાર આંસુ એ રડી..માની મમતા કોણ સમજે?

‘મારા  કાળજાનો ટુકડો છોડી હું એકલી ભારત કેમ રહી શકીશ?’ રમાબેન તમો કંઈક કરો.’

હું પણ લાચાર હતી. અહી હું  સ્ટુડ્ન્ટ વીઝા પર આવી હતી.મારી પાસે કોઈ એવી મુડી નહોતી કે હું મીતાને ફાયનાન્સીયલ રીતે  મદદ કરી શકું..
મીતા..કાયમ માટે ભારત જતી રહી..ત્યાં અમદાવાદમાં ઈન્સ્યુરન્સ કંપનીમાં નોકરી મળી ગઈ…કદી પણ ફરી લગ્ન ના કર્યા! એક મારો જ સંપર્ક રહ્યો. મારા લગ્ન થયાં બાદ હું કેલીફૉનિયા મુવ થઈ ગઈ, પણ હ્યુસ્ટનમાંથી તારા સમાચાર લેતી રહી.મીતાને ખબર આપતી રહી..
ઉમેશ! મને ખબર છે કે તારા પિતાએ  હંમેશા  તને નાનપણથી કીધું છે : “તારી મમ્મી તારા જન્મબાદ મૃત્યુ પામી.”
મને એ પણ ખબર છે કે તારી નવી મમ્મી મેરીએ  તને બહુંજ સારી રીતે  રાખ્યો છે..એક અમેરિકન સ્ત્રીએ તને   પોતાનું બાળક માની જે સંસ્કાર આપ્યા છે તે કદાચ ભારતિય સ્ત્રી પણ ના આપી શકે! એ સોતન મા નહી..પણ તારી ખરી મા બની તારો ઉછેરે કર્યો છે.તારી ખરી મમ્મી મીતા ને પણ ખબર છે. તેનું તે ગૌરવ લે છે.

તો…આન્ટી અત્યાર સુધી…મારી મમ્મીએ મારો  કોઈ કોન્ટકટ કેમ ના કર્યો?

બેટા…મા ને કોઈ દિકરાના સોગંદ આપે ત્યારે મા..મજબુર બની જાય છે  અને ત્યારે તે બધું ત્યાગી દે છે..તારા પિતા એ મીતાને કહ્યું હતું: હવે પછી જો ઉમેશનો કોન્ટેક્ટ કરીશ તો તને ઉમેશના સોગંદ છે!
wow! I do not believe it.!!( મને માનવામાં નથી આવતું..)

બેટા! ના માનવામાં આવે તેનું નામ સત્ય!

સત્યની હકીકત એ છે બેટા! હું હમણાંજ ભારત જઈને આવી.તારી મમ્મી સાથે બે વીક રહી…

બેટા! અત્યારે તારી મમ્મી બહું જ નાજુક પરિસ્થિતીમાંથી પસાર થઈ રહી ચે!

શું થયું…મમ્મી ને?..બે બાકળો ઉમેશ બોલી ઉઠ્યો…

બેટા..તારી મમ્મીને બ્રેસ્ટ-કેન્સર થયું છે.
શું..કહો છો આન્ટી…!!
યસ..બેટા..ત્યાંના ડૉકટરે હાથ ધોઈ નાંખ્યા છે..મીતાએ મને  તને કશું કહેવાની ના કહી છે.પણ બેટા! જેનો દિકરો આજ બિમારીમાં કાબેલ હોય એની  મા  એક ખતરનાક બિમારીમાં સબડતી હોય એ મારાથી નથી જોવાતું બેટા!
આ  સત્ય ઘટના તારે માનવી કે ના માનવી એ તારા પર છે..તારી મમ્મીને જીવતદાન આપવું કે ના આપવું એ હવે હું તારા પર છોડું છુ બસ તને સત્ય હકીકત કહી મારા પરનો બોઝો હળવો થયો!
હું પણ એક મા છું..મા નું દિલ એક મા સમજે ..બીજા તારા જેવા સારા સંતાન!

એક ડૉકટર…એક સારો સંતાન એંવા ડૉ.ઉમેશના આંખમાં  બે આંસુ ટપ ટપ ટપકી પડ્યાં!

ડિસેમ્બર 6, 2009 Posted by | લઘુકથા, સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: