"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હોય છે…

 

ક્યાં  જવાનું હોય છે ને  ક્યાં જવાતું હોય છે!
શ્વાસનું  બળતણ   ક્ષણેક્ષણ  ઘટતું   હોય છે.

ચાલવા  ચાહ્યા  કરે  છે  ભાર લઈને આયખું,
જાણે  અણજાણે બિચારું બસ ફસાતું   હોય છે.

સઢ  વગરનું ને  હલે  સાહિન અઘડ બાપડું,
બાળપણ  લાચાર  આંખોમાં   લપાતું હોય છે.

હાથમાં  આવેલ પથ્થરને   દિશા જો સાંપડે,
આપણું   કે પારકું   જણ જોખમાતું   હોય છે.

જે  કશું લખવાને સર્જાયા કશું લખવાનું નથી,
જે  નથી જચતું જરા એવું    લખાતું  હોય છે.

-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)

ડિસેમ્બર 5, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: