"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સદભાગ્યે પીડા અમને પળોજણ વગર મળી.

સગપણ  વગર, સંબંધના  વિવરણ  વગર મળી,
સદભાગ્યે પીડા  અમને   પળોજણ   વગર  મળી.

લોકોની  આંખમાં  મને  દેખાયો    બસ, અભાવ,
મારી  છબી, જુઓ, મને   દર્પણ  વગર   મળી.

અંતે   તો  જીવવાનું એ     કારણ  બની     ગઈ,
આ   વેદના   અપાર  જે    કારણ  વગર   મળી.

દુલ્હન  મળે   અપ્રિય   પતિને, હા  એ જ રીતે..
આ   જિંદગી  મનેય    સમર્પણ       વગર મળી.

સન્માનથી     તમામ    ખિતાબોથી   છે  વિશેષ,
નાનકડી એક    ખુશી   જે મથામણ વગર   મળી.

અંતે    તો   દર્દ   સાથે   ઘરાબો   થયો   અંતૂટ,
રાહત  મળી    તો   દર્દ  નિવારણ   વગર  મળી.

-રઈશ મનીઆર

ડિસેમ્બર 4, 2009 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

   

%d bloggers like this: