"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વેદનાનું દર્દ

 
કહો,આ વેદનાનું   દર્દ  ક્યાં જઈ બોલવાનું  છે?
અમારું દિલ  દિલાવર ને  તમારું  રૂપ  નાનું  છે.

અમે   નાના હશું  માની  તમે પણ  અંગ સંકોર્યું,
અમારા અંતરે વસવા તણું  એ   ઠીક બહાનું  છે.

ન   કહેશો કે  શમાની રોશની અમ   મંદિરે દીઠી,
અમારા મંદિરે   જ્યોતિ તણા દરિયાવ ભાનું  છે.

મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં,દિલબર!
તમારા બિન્દુમાં સાગર શમ્યા એ  પણ મજાનું છે.

ઘડીભર  મને  કહે  છે   કે તમારો સંગ ના યાચું,
છતાં  આજીઝ બનું  છું કે  હઠીલું દિલ દિવાનું છે.

તમારા ખોફ ને રહેમત  તણી બરદાસ્ત આદરવી,
અમારું  જંગનું મયદાન એ  ને  એ   બિછાનું છે.

તમારો વસ્લ  યાચી જિંદગાની  છો ખતમ થાતી,
પછી અમ દ્વાર  પર આવી તમારે   યાચવાનું છે.

-કપિલ ઠક્કર’મજનૂ’

Advertisements

નવેમ્બર 20, 2009 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. મને સાગર બનાવી આપ બિન્દુ કાં બન્યાં,દિલબર!
    તમારા બિન્દુમાં સાગર શમ્યા એ પણ મજાનું છે.
    __________________________________________

    ખુબ જ સરસ કપિલભાઈની રચના છે..પણ આ પંક્તિ કઈક વધારે ગમી

    ટિપ્પણી by રાજની ટાંક{wildlife Lover} | નવેમ્બર 23, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s