"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અટકળ બની ગઈ જિંદગી!

village_woman_PE89_l

આ તરફ એની મુરાદો, મુજ ઈરાદો  ઓ તરફ…
બેઉ  બોજ  ખેંચતા  કાવડ  બની   ગઈ   જિંદગી!

હમસફરની    આશમાં  ખેડી    સફર     વેરાનમાં,
ફકત  શ્વાસોચ્છાસની અટકળ બની   ગઈ જિંદગી!

સ્મિતનું બહાનું  શોધતું   મારું  રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને  રુદનની ભૂતાવળ બની  ગઈ    જિંદગી!

વિશ્વમાં કો   સાવકું સરનામું  લઈ    આવી ચડ્યો,
કાલની અબજો  અજીઠી  પળ  બની  ગઈ જિંદગી!

ફૂલ ને   કાંટાની  કુદરત  છે, અરે   તેથી જ તો-
ગુલછડીના ખ્યાલમાં  બાવળ બની ગઈ  જિંદગી!

દિલ ન’તું  પણ વાંસનું  જંગલ હતું, ઝંઝાનિલો! 
આપ આવ્યાં? દાવાનળ  બની   ગઈ    જિંદગી!

Advertisements

નવેમ્બર 13, 2009 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

  1. ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો-
    ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી!

    jordaar gazal lai aavyaa…

    ટિપ્પણી by vijayshah | નવેમ્બર 13, 2009

  2. … બ્લોગ ખુબ જ સરસ છે.
    અને
    બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
    હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
    હું આપના પ્રતિભાવની રાહ જોઇશ. {કવિતાવિશ્વ]
    http://palji.wordpress.com

    ટિપ્પણી by Haresh Kanani | નવેમ્બર 13, 2009

  3. દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!
    આપ આવ્યાં? દાવાનળ બની ગઈ જિંદગી!
    ખુબ સરસ આપ આવ્યા દાવાનળ બની ગઈ જિંદગી ..ક્યા બાત હૈ વિશ્વદિપભાઈ ગઝલકાર કૉણ છે?
    સપના

    ટિપ્પણી by sapana | નવેમ્બર 15, 2009

  4. Thank you sir.

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | નવેમ્બર 17, 2009

  5. સુંદર પ્રતિભાવ બદલ આપનો આભાર..
    “ફૂલવાડી”ની મહેંક આપ જેવા વાચકથી મહેંકે છે..

    વિશ્વદીપ

    ટિપ્પણી by વિશ્વદીપ બારડ | નવેમ્બર 17, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s