"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જૈન તીર્થધામ-પાલીતાણા

01palitana1
પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૦કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું.

 શહેર

જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીતી સુશોભિત ૧૨૫૦ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી. પૂજારી પણ નહીં.

મોટેભાગના જૈનો ઝારખંડ (સમેતશિખર), માઉંટઆબુ કે ગિરનાર કરતાં પણ પાલિતણાને વધુ અગત્યનું માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ.

ગોહિલ રાજ્પુતોના રજવાડાનું પાટનગર પાલીતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલ ના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે.પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.

આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે. આ આખો ડુંગર જ દેરાસર મનાય છે. એના ઉપર અસંખ્યાત જીવો મોક્ષ પામ્યા છે. તેની તળેટીમાં આવેલી પથ્થરશીલાની ભાવપુર્વક પૂજા થાય છે.આખા ડુંગરને દેરાસર સમજીને તેના ઉપર ચામડાની ચંપલ, બૂટ વગરે લઈ જવાની મનાઈ છે અને ખાવા-પીવાનો પણ નિષેધ છે. ઉપર જવા માટે ૩૯૫૦ પગથીયાં વાળો પગરસ્તો છે. વાહન જઈ ના શકે. અશક્ત લોકો માટે બે માણસો ઉંચકીને લઈ જાય તેવી ડોળીની સગવડ હોય છે.

પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. “શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન” અને “સ્થાપત્ય કલા ગૃહ”. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.

મીઠી કાઠિયાવાડી ભાષા બોલતા ત્યાંના લોકો ગુજરાતી ભાષાની વખણાયેલી ચારણ કોમની યાદ અપાવે છે. અહીં ઘણાં ચારણ વસતા હતાં. ગુલમહોર, લીમડા, ચંપાનાં વૃક્ષો તળેટીને રમણિય અને ખુશનૂમા બનાવે છે.આજુબાજુના વિસ્તારમાં ગુલાબ, મોગરા, જાસુદ, જૂઇ અને ડમરાની વાડીઓ છે. ગુલછડી પણ વપરાય છે.પાલીતાણાના પેંડા ખૂબ વખણાય છે. કાઠિયાવાડી ભરતકામની ચીજો પ્રવાસીઓ ખરીદતા હોય છે.

ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીર નું પવિત્ર સ્થાન છે.

 પાલીતાણા ની યાત્રાના માધ્યમો

 એરોપ્લેન દ્વારા

પાલીતાણાથી સૌથી નજીક્નું એરપોર્ટ ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રીય પણ છે અને વડોદરા એરપોર્ટ છે.આ બંન્ને દેશનાં મોટાં શહેરો જેવાંકે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે. સાથે રાજકોટ પણ નજીક નુ એરપોર્ટ છે.

  બસ રોડ

ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદ થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે. 5 કલાક્ની મજલ છે. અમદાવાદથી ૨૧૫ કિ. મી. પાલીતાણા છે. ટેક્સી પણ મળી શકે છે.

 ઇતિહાસ

પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે. જૈનોના આ પૂસિદ્ધ યાત્રાધામમાં ભારતના ખૂણેખૂણાથી ધાર્મિક જૈન સ્ત્રી-પુરુષો, બાળકો દર્શનાર્થે આવે છે.

પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. [૧]

 ભુતપૂર્વ રજવાડું

પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતાણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું

સૌજન્ય: વિકિપીડિયા

Advertisements

નવેમ્બર 6, 2009 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

 1. We really appiciat your hard work to touch humon sojl
  Than you

  ટિપ્પણી by REKHASDEDHIA | નવેમ્બર 8, 2009

 2. Palitana Etle Jaino Mate Aadar Bharyu Tirth Jaino Varshma Minimum 1 To 2 Time Jatra Mate Jayaj

  Jagshi Gada/Shah
  Vile Parle – Mumbai

  ટિપ્પણી by jagshi shah - vileparle,Mumbai | ફેબ્રુવારી 27, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s