"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વાંચતાં-વિચારતા

Millais_Cinderella1

એક હાઈકુ, જે અમર બની ગયું..


હાઈકુ-જાપાનો એ સઘન કાવ્યપ્રકાર છે , જેમાં માત્ર સત્તર અક્ષરોમાં એક સમગ્ર વિચાર કે દ્રશ્ય કે આદર્શ કહી દેવાય છે. હાઈકુનો ગુજરાતીમાં પ્રથમ પ્રયોગ કરનાર’સ્નેહરશ્મિ; એ પાંચ-સાત-પાંચ અક્ષરો વડે હાઈકુ રચ્યાં. પછી તો ગુજરાતીઓને આ કાવ્ય પ્રકારમાં ભારે રસ પડી ગયો. કોઈ કે  સેંકડો હાઈકુ રચ્યાં અને પાટણના મારા વડીલ મિત્ર મુકુંદભાઈ બ્રહ્મક્ષત્રિયે તો આઠ હજાર  જેટલાં હાઈકુ રચ્યાં.

                                દુનિયાભરમાં હાઈકુ રચાયાં, પરંતુ બધાં હાઈકુના પૂર્વજરૂપ અને આદર્શરૂપ હાઈકુ ટોકિયોના ફૂગાવા વિસ્તારમાં રહેનારા બાશોએ રચ્યું છે જે આ પ્રમાણે છે;
                                                  પ્રાચીન કુંડ
                                                                      એમાં કૂદે દેડકો-
                                                  છપ્પાક નીર.

હવે એ કવિ એ કુંડ, એ દેડકો, બધાં અમર બની ગયાં છે. બાશોનું રહેઠાણ રાષ્ટ્રીય સ્મારક છે. એ રહેઠાણ આગળ ઊંચા ચોતરા પર કૂદવા તત્પર દેડકાનું શિલ્પ છે. થોડેક છેટે વાશો મ્યુઝિયમ છે. ત્યાં દેડકા જ દેડકા છે. પેપર વેઈટ તરીકે, શૉ-કેસની શોભા તરીકે, કાગળ પર રેશમ પર… અરે બૂક-માર્ક તરીકે પણ ! એક કવિતાએ કૂદકો મારવા તત્પર દેડકાને રાષ્ટ્રનો લાડકો બનાવી દીધો છે.

પાંચ વર્ષે કુટુંબમાં ‘કર્તા’

 

                   ‘કર્તા’ શબ્દ ઈન્કમ-ટેક્ષની પરિભાષાનો છે. પરિવારના વડા માટે એ શબ્દ વપરાય છે. કલકતાનો પાંચ જ વર્ષનો એક બાલક એક પરિવારનો ‘કર્તા'(ભરણ-પોષણ કરનાર) બન્યો છે! એનું નામ બિલાલ.

                   બિલાલની કથા કોઈ પુસ્તક કે લેખમાં નહિ, પરંતુ એક દસ્તાવેજી ફિલ્મ દ્વારા કહેવામાં આવી છે. અલબત્ત એ કોઈ નવલકથાથી કમ નથી. બિલાલનાં માતાપિતા બન્ને અંધ છે. ઝૂપડપટ્ટીનાં રહેવાસી છે. મુફલિસ છે. પાંચ વર્ષનો બિલાલ એમની કાળજી અને સારવાર કરનાર એક્માત્ર પરિવારજન છે.

                    બંગાળના ફિલ્મ નિર્માતા સૌરવ સારંગી બંગાળી ભાષામાં બનાવેલી આ દસ્તાવેજી ફિલમમાં બેધડકપણે ‘હીરો’ની ભૂમિકા ભજવે છે. પાંચ જ વર્ષની વયે એ ‘પ્રૌઢ’ બની ગયો છે. દ્રરિદ્રત્તા અને અકાળ જવાબદારી બાળકને કેવું ઘડે છે, એ જાણાવતી આ દસ્તાવેજી ફિલ આંતરરાષ્ટ્રિય મેળાઓમાં સારો આવકાર પામી છે.

                    આશા રાખીએ કે આ ફિલ્મને ‘ગરીબીનું ગૌરવ કરવાનો ગુનો’ આચારનાર ગનવામાં નહિ આવે.

સૌજન્ય:’ ઉદ્દેશ ‘

નવેમ્બર 4, 2009 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. બન્નેવ માહિતિઓ રસપ્રદ છે.સહિત્ય અને સમાજ , સહિત્ય અને ફિલ્મ વગેરે હમેશા ચર્ચાત્મક વિષયો જ રહ્યાં છે.એજ.

    ટિપ્પણી by himanshupatel555 | નવેમ્બર 5, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s