"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હું મહેફિલમાં નથી આવ્યો, ટકી રહેવાના નિશ્વયથી.

indian_paintings_13 

હવે  થાકી  ગયો, સાકી    પુરાણા એ   સુરાલયથી,
નશો   ચડતો   નથી   મુજને તમારા મ્હેંકતા મયથી.

ગગનમાં   શું  રહે છે,  કોક   મારા  જેવો દુર્ભાગી,
કોઈ   બોલાવતું  લાગે  છે  મુજને    એ મહાલયથી.

બધા  દ્રશ્યો  અલગ  દેખાઈ  છે,એ   ભેદ સાદો છે,
હું  દેખું  છું વિમાસણમાં,તમે  દેખો છો   સંશયથી.

હું   જાણી  જોઈને  મારાં કદમ   એ   જાળમાં મૂકું,
નથી   હોતો   કદી   અજ્ઞાત તારા કોઈ આશયથી.

તમે   અદ્રશ્ય   રહી બાજી    રમો ગાફેલ  રાખીને,
મહત્તા   કોઈની   ઘટતી   નથી એવા પરાજયથી.

ન  મારી આ દશાને   ભૂલથી  પણ   દુર્દશા કહેતા,
ખરીદી  પાનખર   મોંઘી   વસંતો   કેરા વિક્રયથી.

જવું  છે  એક દી  તો   આજ ચાલ્યો જાઉંછું,મિત્રો,
હું મહેફીલમાં નથી આવ્યો,ટકી રહેવાના નિશ્વયથી.

 -હરેન્દ્ર દવે

 

નવેમ્બર 3, 2009 - Posted by | Uncategorized

1 ટીકા »

  1. જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉંછું,મિત્રો,
    હું મહેફીલમાં નથી આવ્યો,ટકી રહેવાના નિશ્વયથી.

    તદન સનાતન સત્ય..
    સપના

    ટિપ્પણી by sapana | નવેમ્બર 12, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s