"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

યાદ રે’વાદે

Village Beauty 

ન  કર  બરબાદ  ઘર  મારું, ભલા સય્યદ  રે’વાદે,
બચેલા  તણખલા  માળા   મહીં    આબાદ  રે’વાદે.

છે  તારી  યાદથી  આબાદ  દિલનો બાગ આ મારો,
ભલે  ના  આવ  તું કિન્તુ   દિલે તુજ યાદ  રે’વાદે.

થયો બેહોશ, તેને   હોશમાં  લાવીને    શું કરશે?
બિચારાના  દિલે   તારો પ્રણય-ઉન્માદ    રે’વાદે.

કર્યા પાગલ ઘણાને   રૂપથી આંજી  મહોબ્બ્બતમાં,
ભલા થઈને    હવે શાણો   જગે   એકાદ રે’વાદે.

હતો જીવંત ત્યારે કંઈ ખબર લીધી નથી ‘બેબસ’,
મરણ થાતાં   કરી માતમ   નકામી યાદ રે’વાદે.

-‘બેબસ’દેખૈયા

 

Advertisements

ઓક્ટોબર 27, 2009 - Posted by | ગમતી ગઝલ

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s