"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પથ્થરથી

Indian_women_paintings_4 
શિકાયત ભૂલથી  પણ  નથી  કરતો સિતમગરથી,
નથી  હું આપતો ઉત્તર કદી  પથ્થરનો  પથ્થરથી.

ઉપેક્ષા પ્રેમની  કરશો    છતાંયે  યાચના  કરીશું,
કિનારાઓ  કદી  આઘા થયા છે    શું સંમદરથી?

હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ  લાવે   જેમ કો’ તોફાની સાગરથી.

જગતનાં સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ  તરસ્યો નહીં ફરશ  અમારા સ્નેહ-સાગરથી.

પુરાણા   મિત્રને   તરછોડી  દે  છે  વાતવાતોમાં,
કરે  છે  માનવી એવું  નથી  થતું    જે ઈશ્વરથી.

મુસાફર તો વિખૂટા  થાય  છે   ક્યારેક મંજિલથી,
એ મંજિલનું શું  કહેવું   જે વિખૂટી થઈ મુસાફરથી.

ગરીબીમાંયે   ખુદારીએ   બેશક  લાજ  રાખી છે,
છીએ દિલના તવંગર’રાઝ’શી નિસ્બત તવંગરથી!

-સૈયદ’રાઝ’

ઓક્ટોબર 26, 2009 - Posted by | ગમતી ગઝલ

1 ટીકા »

  1. આખી ગઝલ સરસ છે આફરીન આ પંક્તિ ઉપર
    હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
    કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.
    સપના

    ટિપ્પણી by sapana | ઓક્ટોબર 26, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: