અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ એક ઉઠાવી, બનાવ્યા પાળીયા
ગામ પાદરે પૂજાયા પાળીયા.
કોઈ ઉઠાવી,બનાવી મૂર્તિ ઈશ્વરની,
મંદીરમાં મૂકી ધર્યા પકવાન.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મૂતિ નેતાની,
ધુળ ખાતી,ચકલી ચરકતી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી કબર,
હતી લાશાની આંખો ઉઘાડી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મા ની મૂર્તિ,
જીવતી થઈ ગઈ મા મરેલી.
અહીં પડ્યા’તા પથ્થરના ઢગલા,
કોઈ ઉઠાવી બનાવી મા ની મૂર્તિ,
જીવતી થઈ ગઈ મા મરેલી.
ખૂબ સુંદર અભિવ્યક્તિ..!!