"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિવાળી આવી છે

happy_diwali_index_pic

દિવાળી આવી છે, ચાલો સૌ,
   અભિમાન , આડંબરને
માટીના માટલામાં મૂકી,
   ગામના ઊકરડે મૂકી દઈએ ..

પ્રેમના પ્યાલામાં  સ્નેહની સાકર ભરી,
  પડોશી પોતાના માની ,
  સ્નેહી-સગા સૌને પીવા આપીએ..

નવી આશા, ઊષાના આગમાન સાથ આવીછે,
ચાલો સૌ નિરાશા છોડી, એનું સ્વાગત  કરીએ.

અણગમાનો જૂનો વેષ ,  દ્વેષ ઉતારી,
ચાલો સૌ “સૌ ને ગમતા”સોહામણા વેશ પહેરીએ.

તારી-મારી વાતોનું  વહેમ વડુ,
    ચાલો સૌ  એને દૂર, દૂર  કોઈ
કૂંડાળામાં પધરાવી દઈએ ..

ઘર આંગણે ‘શુભ’ કંકુનો સાથિયો દોરી,
ચાલો  સૌનું  શુભ-આગમન કરી એ.

દિવાળી આવી  છે,
સાથ નવા વર્ષની શુભ-વધાઈ લાવી છે,
ચાલો સૌ ભેદ-ભાવ ભૂલી,
વિશ્વ-કુટુંબની ભાવના ધરી,
માનવી સૌ એક બનીએ.

ઓક્ટોબર 13, 2009 - Posted by | સ્વરચિત રચના

2 ટિપ્પણીઓ »

  1. દિવાળી આવી છે, ચાલો સૌ,
    અભિમાન , આડંબરને
    માટીના માટલામાં મૂકી,
    ગામના ઊકરડે મૂકી દઈએ ..

    પ્રેમના પ્યાલામાં સ્નેહની સાકર ભરી,
    પડોશી પોતાના માની ,
    સ્નેહી-સગા સૌને પીવા આપીએ..

    શું વાત છે?!… સરસ આશાવાદી ઊમંગો જગાવતું સરસ હ્રધ્યસ્પર્શી કાવ્ય!! દિવાળી નિમિત્તે તમને અને તમારા સમસ્ત પરિવારને દિવાળી ની અને નવા વર્ષની શુભકામના અંતરથી!!

    ટિપ્પણી by પ્રવિણ કે.શ્રીમાળી | ઓક્ટોબર 14, 2009

  2. Khub Sundar Rachna!

    ટિપ્પણી by Sangita | ઓક્ટોબર 12, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: