"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

દિવાળીની વાર્તા..”ચતૂર વહુ “

INDIA

એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્  સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો  કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ  એક ઉપાઈ સુઝ્યો કે ચાલ  દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને  કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય  માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
           સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને   આવીને નાની વહુને કહ્યું કે આજે મેં  રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.

          એજ  ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા  ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ  ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર  ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો  હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!

        આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર  પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી  છાપરા પર મરેલો  સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણીનો  છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું  ઈનામ આપશે,  આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ  જે દિવાળી આવે છે તે  દિવાળી રાતે  આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ!  માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈએ!   સસરા નારાજ થઈ ગયા, પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને  નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!

            દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું!   માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ  સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન.   તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં  ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાંએ  રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા!  ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને  ગભરામણ થવા લાગી!    લક્ષ્મીદેવીને  થયું કે થોડીવાર બહાર જવું,  બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર  એક નાના ઘરમાં  દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો  અને કીધું કે મારે અંદર આવવું છે .  નાનીવહુ  ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર  અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!  નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું!   બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂર છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !

              આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું  ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા?  નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો . દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુંધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવા દઉં,   તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં!   હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને  સાથો સાથ આનંદ-મંગલની  આરતી થતી રહી!

ભાષાંતર અને સંકલન: વિશ્વદીપ

ઓક્ટોબર 13, 2009 - Posted by | ટુંકીવાર્તા

7 ટિપ્પણીઓ »

 1. Nice Story…

  ટિપ્પણી by Vimal Mistry | ઓક્ટોબર 14, 2009

 2. bodhak kathaa vanchava mali

  ટિપ્પણી by Dilip Gajjar | ઓક્ટોબર 14, 2009

 3. બોધકથા સરસ છે.પણ નાનીવહુએ કોઇ પરીશ્રમ કરી ને વેપાર વધાર્યો હોતતો જામત..આતો તર્કની વાત થઇ.
  કેમ ભાઇ આનંદમા ને? હું આજે ગુજરાતીમાં લખુંછું તેમા આપનો પણ ફાળૉ છે આભાર.
  વ્રજ દવે

  ટિપ્પણી by Vraj Dave | ઓક્ટોબર 14, 2009

 4. Thank you very much. Vishwadeep.

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ઓક્ટોબર 15, 2009

 5. Story is really interesting

  ટિપ્પણી by pravinash1 | ઓક્ટોબર 18, 2009

 6. fine, intresting

  ટિપ્પણી by Dr.Sudhir Shah | ઓક્ટોબર 18, 2009

 7. Diwali varata khub both leva jevi chhe marela sap jevi nakami vashtu ketalo labh dayak nivadi!!!
  Indu

  ટિપ્પણી by Indu shah | ઓક્ટોબર 21, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: