"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અંધશ્રદ્ધા છે આંધળી

 indian_paintings_07

અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે; 
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
       
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
       

 પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
 આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
         
   જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
   આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
     
    અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
    આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
        
   પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
   આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
         
   ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
   આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
            
   પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
   આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં.. 
      
     વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
    ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
      
    સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
    સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
       
    લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
    આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

poet: ખીમજી કચ્છી

ઓક્ટોબર 9, 2009 - Posted by | ગમતી વાતો

3 ટિપ્પણીઓ »

 1. અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
  આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
  Vishvdeepbhaai,
  kharekhar khUba saras.amdhshrdano kachro kryo che.
  Sapana
  લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
  આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાંwah..wah

  ટિપ્પણી by sapana | ઓક્ટોબર 13, 2009

 2. નમસ્તે!

  આ રચનાના કવિ છે ખીમજી કચ્છી અને યુનિકોડ રૂપાંતર અને ઉંઝામાં રૂપાંતર કરીને સર્ક્યુલેટ કરનારા છે ઉત્તમ ગજ્જર!

  ટિપ્પણી by વિનય ખત્રી | નવેમ્બર 4, 2009

 3. ખીમજીભાઈ કટાક્ષથી ભરેલી પણ સત્ય કહેતી ખુબ સરસ રચના

  ટિપ્પણી by Rajani Tank | નવેમ્બર 12, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: