એક મૂંગી વેલ વિશે
વાચા ભલે ન છે ગતિ; મૂંગી મૂગી જશે,
એ અબોલા હસ્તી છે, મૃત્યુ લગી જશે.
વૃક્ષ થઈ આવો તમે, નિજ નજીક વાવો તમે,
થોડીક જુઓ રાહ એ તમને પૂગી જશે.
કેટલી નાજૂક છે કે ફૂલ પણ ભારે પડે,
ગંધ શોખીન એજ તમને ઊંઘમાં સૂંઘી જશે.
આ પ્રપંચી પૃથ્વીમાં ખૂબ છે ગુંચાઈ એ,
તો પણ તમે પંપાળશો કે એ તરત ઊંઘી જશે.
ખૂબ ભોળી છે સ્વભાવે, તેથી તો સૌ છેતરે,
ઢંકાયેલી રહે ભો નહીં કે કો ચૂગી શકે.
એ બીજનું મૂળ માટીથી ખરડાયેલું રહે,
હોશો ટીપા શા અશ્રુજલથી કે ઊગી જશે.
ફૂલને જ્યમ વજ્ર ધારે, એમ ઉશનસ એહ ને,
એક લક્ષ્મણરેખ એ કો દી ન ઓળંગી જશે.
-ઉશનસ
Very nice Gazal.
એ બીજનું મૂળ માટીથી ખરડાયેલું રહે,
હોશો ટીપા શા અશ્રુજલથી કે ઊગી જશે….
mane pan gami aa gazal.
Sapana