"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આપી દો..

10-outstanding-3d-character-designs-and-illustrations

મનોવ્યાપાર  અટકળને  તરસનું   નામ  આપી  દો,
ફકત એકાદ તો અનહદ   છલકતો   જામ  આપી  દો.

પછી  સંબંધ  જેવું    વિસ્તરે   અઢળક   તમારાથી,
ઋણાનુંબંધમાં  સમથળ ઋચા સરિયામ આપી દો.

સમય  આવ્યે  ઊગે  સૂરજ  અને ઢોળાય રંગો પણ,
નરી રંગોની  મિલકતને   નવા   આયામ આપી દો.

ખરે   ખીલે   નગરની  રિકત ઘટનાઓ  વ્યવસ્થામય,
ધરા આકાશ, ઓજસ, જળ,પવન નિષ્કામ આપી દો.

પડે  પરદા  ઊઠે  પરદા   નડે   પરદા  ખરે  પરદા,
હઠે   આચ્છાદનો  હળવા  સહજ  અંજામ   આપી દો.

-ગુણવંત ઉપાધ્યાય(ભાવનગર)

ઓક્ટોબર 2, 2009 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. Very nice gazal.
  Vishvdeepbhai,
  can u tell me meaning of અનહ. thanks
  sapana

  ટિપ્પણી by sapana | ઓક્ટોબર 2, 2009

 2. સુંદર ગઝલ…

  …મને એક પ્રશ્ન વારંવાર થાય છે… કવિતા પૉસ્ટ કરવાની ઉતાવળમાં આપણે તાઇપિંગની ભૂલ કરી બેસીએ અને કવિતા ટાઇપ કર્યા પછી એકવાર એ પાછી વાંચવાની તસદી પણ ન લઈએ તો આપને કવિને, કવિતાને, સાહિત્યજગતને અને વાચકોને કેટલો ન્યાય કરીએ છીએ?

  પ્રસ્તુત ગઝલમાં:

  ફકત એકાદ તો ‘અનહ’ છલકતો જામ આપી દો.- અહીં ‘અનહદ’ ન આવે?
  ઋણાનું બંધંનમાં સમથળ ઋચા સરિયામ આપી દો. – અહીં ‘ઋણાનુબંધ’ ન આવે?
  ખરે ખીલે નગરની રિકત ઘટનાઓ વ્યસ્થામય, – અહીં ‘વ્યવસ્થામય’ ન આવે?
  ધરા આકાશ, ઓજશ, જળ,પવન નિષ્કામ આપી દો. – અહીં ‘ઓજસ’ ન આવે?

  ટિપ્પણી by વિવેક ટેલર | ઓક્ટોબર 3, 2009

 3. પડે પરદા ઊઠે પરદા નડે પરદા ખરે પરદા,
  હઠે આચ્છાદનો હળવા સહજ અંજામ આપી દો
  very nicely said.

  ટિપ્પણી by pravinash1 | ઓક્ટોબર 4, 2009

 4. Kavi ni duniya chhe “kalpana”

  Sundar chhe

  Thank you

  ટિપ્પણી by REKHASDEDHIA | ઓક્ટોબર 7, 2009

 5. મને આશ્ચર્ય થાય છે… આપની પાસે આપના બ્લૉગના વાચકોના પ્રતિભાવ વાંચવાનો અને પ્રત્યુત્તર પાઠવવાનો પણ સમય નથી?

  ટિપ્પણી by વિવેક ટેલર | ઓક્ટોબર 9, 2009

 6. ભાઈ વિવેક.. “ફૂલવાડી”માં દેર છે..અંધેર નથી..કોઈ ભૂલ બતાવે તો ભૂલ-સુધારવી, સ્વિકારવી..આ-ભાર વ્યક્ત કરવો એ એક સારા માનવીનું લક્ષણ છે..ઘણાં સંજોગો વશાત કોઈ ક્ષતી રહી જાય..માફી માંગવામાં કોઈ નાનપ નથી…અમો કોઈ વિદવાનતો નથીજ ..કોઈ ક્ષતી બતાવે તો ગમે છે..માર્ગ-દર્શન આપે છે તો સ્વિકારીએ છીએ…આપનો આભાર..અમો તો પરદેશી પંખી…શ્વાસમાં, પાંખમાં..વતનની ધુળ હવા સાથે અહીં ઊંડતી આવે તો ખંખેરતા નથી..શિર પર ચડાવીએ છીએ..

  આભાર…આભાર ભાઈલા મારા આભાર..
  -વિશ્વદીપ

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | ઓક્ટોબર 10, 2009

 7. આદરણીય મિત્ર,

  આપનો પ્રતિભાવ ન મળ્યો એટલે હું થોડો વ્યથિત થયો હતો કેમ કે જે માણસને હું ભારતમાં મળ્યો હતો એ તો એક ખેલદિલ માણસ હતો… ખેર, આપે મોડેથી પણ પ્રતિભાવ આપ્યો એટલે જે ખુશનુમા માણસને હું મળ્યો હતો એને ખોટું મળ્યો નહોતો એની ખાતરી થઈ… આભાર!

  ટિપ્પણી by વિવેક ટેલર | ઓક્ટોબર 16, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: