"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભૂલી જાઉં છું

indian_women_QP11_l

ઘર કદી, શેરી કદી, હું   ગામ   ભૂલી જાઉં છું,
કોઈ  કોઈ  વાર  મારું  નામ      ભૂલી જાઉં છું.

આપને  જ્યારે  મળું    હું    ખુબ રાજી થાઉં છું,
રૂબરુ  આવ્યો   હતો    શું કામ ! ભૂલી જાઉં છું.

આભના તારા થયાં,શું એ   સ્વજન પાછા ફરે?
‘રાહ જોવી’,   વ્યર્થ છે,વ્યાયામ ભૂલી જાઉં છું.

કોઈ   નકશાથી  નથી સંબંધ; મારે  તો જવું,
જે  તરફ રસ્તો નથી;  અંજામ  ભૂલી જાઉં છું.

હો   જવાનું  વસ્તીમાં  ને    નીકળું વેરાનમાં,
આવશે   આવો    વચે  મુકામ  ભૂલી જાઉં છું.

હું વિખરાઈ   જતો  પડઘો   બનીને  ખીણમાં,
શબ્દ સાથે  પ્રેમનું  પરિણામ   ભૂલી જાઉં છું.

-હર્ષદ ચંદારાણા

Advertisements

સપ્ટેમ્બર 28, 2009 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

  1. Common to uncommon is human.
    Uncommon and beyond is Poet.

    ટિપ્પણી by શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | સપ્ટેમ્બર 28, 2009

  2. sunder gazal.bhavana gami.
    આભના તારા થયાં,શું એ સ્વજન પાછા ફરે?
    ‘રાહ જોવી’, વ્યર્થ છે,વ્યાયામ ભૂલી જાઉં છું.
    Best lines.
    Sapana

    ટિપ્પણી by sapana | સપ્ટેમ્બર 29, 2009

  3. આપને જ્યારે મળું હું ખુબ રાજી થાઉં છું,
    રૂબરુ આવ્યો હતો શું કામ ! ભૂલી જાઉં છું.

    sarasa gazal chhe.

    ટિપ્પણી by Rekha | સપ્ટેમ્બર 30, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s