"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગુજરાતી કહેવતો

bedalu

 અ

અભિમાન રાજા રાવણનુંય રહ્યું નથી.

અક્કરમીનો પડિયો કાણો (જેનાં નસીબ વાંકા હોય તેના હાથમાં સાધન પણ એવાં જ આવે છે બિચારાનુ કોઈ કામ થાય જ નહી.)

અધુરો ઘડો છલકાય ઘણો

અપના હાથ જગન્નાથ

અંતે ધર્મો જય, પાપો ક્ષય.

 અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો

અન્ન એવો ઓડકાર

અતિની ગતિ નહીં

 આ

આપત્તિ તો કસોટી છે.

આપ્યું વાણીએ ને ખાધું પ્રાણીએ.

આપ ભલા તો જગ ભલા.

આપશો તેવું પામશો.

આપીને માગે તેની અક્કલ જાય આઘે.

આપવાનાં કાટલાં જુદા ને લેવાનાં જુદા.

આપે તે સુંવાળો, ને બીજે કાખનો મુંવાળો.

આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.

આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ નહિ.

આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.

આપ સુખી તો જગ સુખી.

આભાસથીય સરી જવાય છે, પડછાયો બની ન આવો, ઝાકળ સમ જીવી લઇશુ, સવારની ક્ષણો લઇ આવો.

આગ લાગે ત્યારે કુવો ન ખોદાય

આપ સમાન બળ નહિ

આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો

આવડે નહી ઘેઁશ ને રાઁધવા પેસ.

આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી

ઈશ્વર જે કરે તે સારા કાજે.

ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી.

ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી.

ઉકરડાને વધતાં વાર શી?

ઉજળું એટલું દુધ નહિ.

ઉજળે લુગડે ડાઘ બેસે.

ઉઠ પ્હાણા પગ પર.

ઉઠ રે વહુ વિસામો ખા હું કાંતુ ને તું દળવા જા.

ઉતર્યો અમલદાર કોડીનો.   ઉજ્જડ ગામે એરંડો પ્રધાન. 

 ઉલાળિયું કરવું ( ધંધામાં ખોટ થયાની વાત ફેલાવીને ફરાર થઈ જવુ

 ઊ

ઊંટના અઢારેય અંગ વાંકા.

ઊંટ કાઢતા બકરુ પેઠુ

એના (ઈશ્વરનાં) ઘરે દેર છે અંધેર નથી.

 ઓ

ઓળખાણ સૌથી મોટી ખાણ.

ઓછું પાત્રને અદકું ભણ્યો, વઢકણી વહુએ દીકરો જણ્યો.

કુંડુ કથરોટને ન નડે

કપાળે કપાળે જુદી મતિ.

કીડીને કણ ને હાથીને મણ.

કરમમાં ન હોય કોઠાં તો શાનાં મળે ઓઠાં.

કડવુ ઓસડ માતા જ પાય ( કડવી શિખામણ હિતેચ્છુ જ આપે )

કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને વહાલી વાત,બ્રામ્હણને ભોજન ભલુ, ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ, મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક કહે મહારાજ.

કુતરાની પુછડી વાકી ને વાકી.

કાગડો દહીંથરુ લઈ ગયો’

કાચળિયું સગપણ સાચું જમણમાં લાડૂ ને સગપણમાં સાટું

ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તૈલી.’

કુતરુ કાઢતા બિલાડુ પેંઠુ.

 કેડ માં છોકરુ ને ગામ માં ઢિંઢોરો.

કુવામાં હોય તો હવાડા માં આવે.

કાળો અક્ષર ભેંસ બરાબર

કરવો હતો કંસાર અને થઇ ગઇ થુલી

  ખ

ખાળે ડુચાને દરવાજા ઉઘાડા

ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી

ખાય તે ખમે 

 ગ

ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.

 ગાજ્યાં મેઘ વરસે નહી ને ભસ્યાં કુતરાં કરડે નહી.

ગામ હોય ત્યાં ઉકરડો હોયજ.

ગામમાં પેસવાના ફાંફા અને પટેલને ઘેર ઊના પાણી

  ઘ

ઘોડે સ્વારી કરતો બાપ મરજો, પણ દળણા દળતી મા ન મરજો. 

ઘેર ઘેર માટીના ચૂલા

ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય

 

ચોર ને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહેજે

  છ

છડી લાગે છમછમ, વિધા આવે ધમધમ.

 જ

જાનમાં કોઇ જાણે નહીં ને વરની ફોઇ હું.

 જીભને હોઠથી છેટુ.

જંગ જીત્યો રે મારો કાણીયો,

જબ બહુ ચલે તબ જાણીયો

જંપનો પૈસો ન હોવો.

 જેવો દેશ તેવો વેશ.

જેવો સંગ તેવો રંગ.

 જેની લાઠી એની ભેંસ.

જેવું વાવો તેવુ લણો.

ઝાઝા રસોઇયા રસોઇ બગાડે.

 ઝાઝા હાથ રળીયામણા ઝાઝા હાથ રળીયામણા અને ઝાઝા મોઢા અદીઠ

 

ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે.

 ડાયો કાગડો ગૂ ઉપર બેસે

 થ

થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.

થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.

થાકશે, ત્યારે પાકશે.

થોડું બોલે તે થાંભલો કોરે.

 થોડું સો મીઠું.

થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.

 થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.

થોડે નફે બમણો વકરો.

થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.

થોડે બોલે થોડું ખાય.

થોડે થોડે ઠીક જ થાય.

 દ

દિકરી તો પારકી થાપણ કહેવાય.

 દિકરીને ગાય દોરે ત્યાં જાય.

દુકાળ મા અધિક માસ.

દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.

દુર થી ડુંગરા રળિયામણા.

દરજીનો દિકરો જીવે ત્યાં સુધી સીવે.

 

ધાર્યુ ધણીનું થાય

ધરમ કરતા ધાડ પડી

ધોબીનો ગધેડો ના ઘરનો કે ના ઘાટનો

નબળી ગાયને બગાઈ ઝાઝી.

 નાચવું ન હોય તો આંગણું વાંકુ.

નાનો પણ રાઇનો દાણો.

 ન બોલવામાં નવ ગુણ.

 નામ છે એનો નાશ છે.

નાનુ પણ નાગનું બચ્ચુ.

પારકી આશા સદા નિરાશા.

પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.

પહેલું સુખ જાતે નર્યા, બીજુ સુખ ઘેર દીકરા, ત્રીજું સુખ ગુણવંતી નાર, ચોથુ સુખકીડીએ જાર

પાદતાં હાલે તો હંગવા ન જાય

 

બાપ એવા બેટા ને વડ એવા ટેટા.

 બાર ગાઊએ બોલી બદલાય.

બોલે તેના બોર વેચાય.

બાર વર્ષે બાવો બોલ્યો જા બેટા તેરા નખ્ખોદ જજો.

બાવા બન્યા હે તો હિન્દી બોલના પડતા હૈ.

બાવો ઉઠ્યોને બગલમાં હાથ.

 બાવાના બેઉ બગડે.

 બ્રામ્હણની દોસ્તી કરો તો કા ભિક માંગે ને કા મંગાવે.

 

ભાગ્યશાળીને ભુત રળે.

ભાવતું હતુ અને વૈદે (વૈદ્ય એ) કહ્યું

ભેંસ આગળ ભાગવત

 

મહેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં.

મુસાભાઇના વા ને પાણી.

મા તે મા બીજા બધા વગડાના વા.

મીઠા ઝાડનાં મુળ ન ખવાય.

મન હોયતો માળવે જવાય.

મોરનાં ઈંડા ચીતરવા ના પડે.

મૂછનો દોરો ફૂટવો. (યુવાનીમાં પ્રવેશ કરવો, પૌરૂષભર્યુ કામ કરવાની ઉંમરે પગ મૂકવો)

મામાનું ઘર કેટલે, દિવો બળે એટલે.

 મોસાળ માં જમણ ને મા પીરસનાર.

માંગ્યા વિના તો મા એ ના પિરસે

મૂંગો મકોડો મણ ગોળ ખાય

રહે તો આપથી ને જાય તો સગા બાપથી.

રામ રાખે તેમ રહીએ

રોટલો મળે પણ ઓટલો ન મળે.

રાત્રે વહેલા જે સુઇ, વહેલા ઉઠે વીર, બળ, બુદ્ધિ ને ઘન વઘે, વળી સુખમાં રહે શરીર.

 રામ રાખે તેને કોણ ચાખે.

રતુંબડી યાદ લહેરાય ને, સ્પર્શની સુવાસ સમેટાય, નિરાંતવી સ્મ્રુતિ ઉભરાય ને, કોરી-ભીની આંખે અંજાય.

 લ

લવાણાં રે લવાણાં તાવડીમાં તવાણાં તો ય બેટા લવાણાં.

લગ્ને લગ્ને કુંવારો

લંકાની લાડી ને ઘોઘાનો વર.

લાંબા સાથે ટૂંકો જાય, મરે નહી તો માંદો થાય

 લૂણી ધરોને તાણી જાય

 

વડને જોઇ વેલો વધે .

વા વાત લઇ જાય. માઠા ખબર વીજળીવેગે જાય.

વાલ કહે હું મોટો દાણો, ઘણાં લાકડાં બાળુ, ચાર દિવસ મને સેવો તો સભામાં બેસતો ટાળુ, મગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ.

વાર્યાં ના વરે, હાર્યાં વરે.

 વાગ્યું તો તીર નહિતર ટપ્પો.

વારા ફરથી વારો અને મારા પછી તારો.

 વખાણેલી ખીચડી દાઢે વાળગી.

 વિદ્યા વિનય થી શોભે છે.

 વાંદરા ને સીડી ના અપાય.

વર મરો કે વરનો બાપ મરો પણ ગોરનુ તરભાણુ ભરો

વાણીયો, કાણીયો અને સ્વામિનારાયણીયો, ત્રણે થી ચેતતા રહેવું

વાડ જ ચીભડા ગળે ત્યાં કોને ફરીયાદ કરવી?

 

શેઠની શિખામણ ઝાંપા સુધી.

શાંત પાણી ઊંડા હોય. [ફેરફાર કરો]

 સાસ ત્યાં સુધી શોષ. જીવે ત્યાં સુધી જંજાળ. દમ ત્યાં લગી દવા.

સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય’

સાહસ વિના સિદ્ધિ નથી.

સોબત કરતા શ્વાનની બે બાજુ નુ દુઃખ, ખીજ્યું કરડે પીંડીએ રીઝ્યું ચાટે મુખ્.

સો વાત ની એક વાત.

સોટી વાગે ચમચમ (સમસમ) વિદ્યા આવે રમઝમ.

 સો દહાડા સાસુનાં એક દહાડો વહુનો.

સૂકા ભેગું લીલું બળે

 

હવેલી લેતાં ગુજરાત ખોઈ

હાથ કંગન કો આરસી ક્યા પઢે લીખે કો ફારસી ક્યા.

હાથના કર્યાં હૈયે વાગ્યાં

હું ને મારો ઉનીયો કાકાનો ચુનીયો

courtesy: wikipedia

સપ્ટેમ્બર 24, 2009 - Posted by | ગમતી વાતો

4 ટિપ્પણીઓ »

 1. kahevato khubaj saras chhe. ghani kahevato to paheli vaar samvhalva mali. maza padi gai.

  ટિપ્પણી by Rekha | સપ્ટેમ્બર 30, 2009

 2. please publish a pdf version of such sayings.

  ટિપ્પણી by pk | જાન્યુઆરી 5, 2010

 3. I like this

  ટિપ્પણી by Bhautik | સપ્ટેમ્બર 30, 2010

 4. really you have done hard work, thanks….

  ટિપ્પણી by jayant khara | એપ્રિલ 21, 2012


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: