"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લોકગીતના લાડિલા..હેમુ ગઢવી

200px-Hemu_Gadhavi

********************************

 જન્મ અને ઓળખ

હેમુભાઈ ગઢવીગુજરાતી લોકસંગીતને ગુંજતુ કરનાર એક અડાભીડ ગાયક,અભિનેતા અને નાટ્યકાર હતાં. તેનો જન્મ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં સુરેન્દ્રનગર જિલ્લા નાં સાયલા તાલુકાનાં ઢાંકળિયા ગામે તા.૦૪-૦૯-૧૯૨૯ નાં દિવસે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું. તેનાં માતા પિતાનાં સંસ્કારો નાનપણથી હેમુભાઈમાં ઉતર્યા હતાં.

 બાળ કલાકાર

લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેને ” ગામડુ મુજને પ્યારૂં ગોકુળ ” પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવી નું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથી આવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ.૧૯૫૫ સુધીમાં વાંકાનેર ની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું. આકાશવાણી રાજકોટમાં યોગદાન

આકાશવાણી રાજકોટનાં ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ એ બન્ને એ હેમુભાઈને નાટક દરમિયાન ખુબજ નજીકથી જોયા હતાં. જેથી તેઓએ હેમુભાઈને આકાશવાણીમાં તેમની સાથે જોડાવા માટે આગ્રહ કર્યો. જેથી હેમુભાઈ ઈ.સ.૧૯૫૫ ની સાલમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા હતાં. તે દરમિયાન તેઓએ ઝવેરચંદ મેઘાણી અને દુલા કાગનાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને વાચા આપી હતી અને આકાશવાણી દ્વારા ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડયુ હતું. આમ તેઓએ ઈ.સ.૧૯૬૫ સુધી રાજકોટ આકાશવાણીમાં સેવા આપી હતી.

ઈ.સ.૧૯૬૨-૬૩ ની સાલમાં કોલંમ્બિયા કંપનીએ તેમની ૭૮ સ્પીકની “સોની હલામણ મે ઉજળી” રેકર્ડ બહાર પાડી હતી. આ ઉપરાંત એચ.એમ.વી. એ શિવાજીનું હાલરડું, અમે મહિયારા રે અને મોરબીની વાણિયણ જેવી રેકર્ડો બહાર પાડેલી હતી. જે આજેય લોકોનાં માનસપટ ઉપર છવાયેલી છે. આ ઉપરાંત તેમને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર અને પૃથ્વીરાજ ચૌહાણ જેવા યાદગાર નાટકો કરેલા હતાં. આમ ગુજરાતી ભાષાનાં સાહિત્યને પોતાનાં કંઠ દ્વારા વાચા આપનાર હેમુભાઈ તા.૨૦-૦૮-૧૯૬૫નાં દિવસે પડધરી ખાતે આકાશવાણી માટે રાસડાઓનાં રેકોર્ડીગ વખતે હેમરેજ થવાથી ચકર આવ્યા ને ધરતી ઉપર કાયમને માટે ઢડી પડ્યા અને બધાને અલવિદા કરીને ચાલ્યા ગયા. આમ ફક્ત ૩૬ વર્ષનું આયુષ્ય ભોગવીને તેમનુ અવસાન થયુ. આજે પણ તેઓનાં લોકગીતો માણસને તેમની યાદ અપાવે છે. તેમનાં વારસાને આગળ ચલાવનાર તેમનાં પુત્ર બિહારીદાન ગઢવી પણ હેમુભાઈની જેમજ લોકસંગીતને જીવંત રાખવા માટે લોકગીતો ગાય છે.

  સન્માન

 • રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર.
 • ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર.
 • કસુંબીનો રંગ ગુજરાતી ચલચિત્રનાં શ્રેષ્ઠ પાશ્વગાયકનો પુરસ્કાર.
 • રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજકોટ શહેરમાં જાહેરમાર્ગને હેમુ ગઢવી માર્ગ નામ આપ્યું.
 • તા.૧૧-૦૮-૧૯૯૮ નાં રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલ ઓડિટોરિયમને હેમુ ગઢવી હોલ નામ આપવામાં આવ્યું.
 • ****************************************************************

હેમુ ગઢવી એ ગાયેલું ગીત..”મારું વનરાવન છે રુડું..વૈંકુંઠ નહી આવું..સાંભળો”

http://www.youtube.com/watch?v=_05zhC4sNMc (click here)

સૌજન્ય: વિકિપિડિયા

સપ્ટેમ્બર 18, 2009 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

 1. gfa===

  ટિપ્પણી by Mahavir | માર્ચ 6, 2010

 2. i am sorry i can nto type in gujarati

  read yr article about dammpati..husband and wife..i have two suggestions put is on web http://www.readgujarati.whereon this will be read by many

  second put this in english if ayt least one american is
  convinced it will be your greatest service of women of the worls… ajitsinh

  ટિપ્પણી by ajitsinh zala | માર્ચ 12, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: