"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સૂરની આભા : આભા દેસાઇ

 

desaiમુંબઇની સ્કૂલમાં ભણતી છ વર્ષની છોકરી સ્કૂલમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં ભાગ લે છે. તે ફિલ્મી ગીત ‘ના બોલે, ના બોલે, ના બોલે રે… રાધા ના બોલે.’ પર ડાન્સ કરે છે. સ્પર્ધામાં જીતીને પ્રસદ્ધિ પાર્શ્વગાયક સ્વ. મહંમદ રફીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવે છે.

શાળાકીય સ્પર્ધા દરમિયાન પ્રદર્શિત કરેલી કુદરતી કલાપ્રતિભા એ નાનકડી છોકરીને સાચા અર્થમાં સક્ષમ કલાકાર બનાવે છે. ઉપરોકત પ્રસંગ પરથી સ્વાભાવિક રીતે એવું થાય કે એ છોકરી નત્યાંગના જ બની હશે, પણ ના, એ ઢબુડી કુશળ ગાયિકા બને છે. એટલા માટે તે ખરા અર્થમાં કલાકાર છે. સાડા પાંચ દાયકા પહેલાની એ ટચુકડી બાળા એટલે હાલમાં ગુજરાતી સુગમ સંગીતની દુનિયામાં ગુંજતું નામ આભા દેસાઇ.

મૂળ પેટલાદના નાગર પરિવારમાં જન્મેલા આભાબહેન દેસાઇનો જન્મ-ઉછેર-અભ્યાસ અમદાવાદમાં થયો. પિતા મુકુલભાઇ રબર બનાવતી ફેકટરીના માલિક અને માતા બ્રહ્મવિધાબહેન અમદાવાદની સ્કૂલમાં પ્રિન્સિપાલ હતાં. આભાબહેને શાળાકીય શિક્ષણ ભકત વલ્લભ ધોળા સ્કૂલમાંથી મેળવ્યું.

તેમણે સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાંથી રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી. પાસ કર્યું. કોલેજકાળ દરમિયાન આભાબહેને ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. તેનાથી તેમનામાં પડેલું કલાનું બીજ વટવૃક્ષ બન્યું. તેમને સંગીતનો સંસ્કારવારસો ગળથૂથીમાંથી મળ્યો છે. દત્તક સંતાન એવા આભા દેસાઇના મૂળ માતા-પિતા ચિદાનંદબહેન અને પ્રમોદરાય ભટ્ટ રેડિયો આર્ટિસ્ટ હતા. એટલે તેઓ ગાયકી તરફ વળ્યા. તેમણે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ઇનામો જીત્યા.

આભાબહેને સંગીતની પદ્ધતિસરની તાલીમ લગ્ન પછી મેળવી. ૧૯૭૨માં તેમના લગ્ન ડો. યતીન દેસાઇ સાથે થયા. પરણીને તેઓ મઘ્યપ્રદેશના ઉજજૈન ખાતે ગયા. ત્રણ વર્ષ પછી તેઓ અમદાવાદ પાછા ફર્યા. આભાબહેને શાસ્ત્રીય સંગીતની તાલીમ કલાસાધક કષ્ણકાંત પરીખ અને સુગમ સંગીતની તાલીમ રાસબિહારી દેસાઇ પાસેથી મેળવી. સાથોસાથ પિતાજીની રબર ફેકટરીનું સંચાલન કરવા લાગ્યા. અત્યારે તો આભાબહેન ફેકટરીના વહીવટી કામકાજમાંથી સંપૂર્ણ નિવૃત્ત થઇ ગયા છે.

હાલમાં ફેકટરીનું સંચાલન પુત્ર શાશ્વત દેસાઇ સંભાળે છે. ૫૯ વર્ષીય આભાબહેન પોતાની સૂરીલી યાત્રા વિશે કહે છે, ‘કોલેજકાળ દરમિયાન મેં યૂથ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. ચિનુ મોદી રચિત ગઝલ ‘કયાંક તું છે, કયાં હું છું.’ હરેશ બક્ષીએ સ્વરાંકિત કરી હતી. એ ગઝલ સૌપ્રથમ વાર મેં ગાઇ અને ઇનામ મેળવ્યું હતું. ત્યાર પછી મને રેડિયો પર યુવાવાણીમાં ગાવા આમંત્રિત કરાઇ.’

આભાબહેન હાલમાં પોતાના ઘરે અને સનફલાવર સ્કૂલમાં મ્યૂઝિક શીખવાડે છે. અમેરિકા, બ્રિટન, સિંગાપોર અને બેંગકોકમાં કલાનો પરિચય આપનારા આભાબહેનની વિદેશનિવાસી પુત્રી ઊર્જાબહેન કથકના પર્યાયરૂપ કલાકાર કુમુદિનીબહેન લાખિયાના શિષ્યા છે. વાંચનના શોખીન આભા દેસાઇની બે ઓડિયો સી.ડી. ‘દીવડો જલે’ અને ‘નવ ચરણે’ પ્રસદ્ધિ થઇ છે. તેમાં તેમણે ગરબા અને ભજન પ્રસ્તુત કર્યા છે.

આભાબહેને માતાએ લખેલા અને સ્વરાંકિત કરેલા કાવ્યોની સી.ડી. ‘ગગન ગોખે’ ઘરના સભ્યો સાથે મળીને પ્રસદ્ધિ કરી છે. સંગીતના રિયાઝ વિશે આભાબહેન કહે છે, ‘નિયમિતપણે રિયાઝ ન કરો તો તરત જ ખબર પડી જાય છે.’ તેનો રસપ્રદ કિસ્સો ટાંકતા તેઓ કહે છે, ‘હું ફેકટરીનું કામકાજ સંભાળતી હતી ત્યારે ત્યાં ચાલતા મિકિસંગ મિલનો સૂર પકડી મારા રૂમમાં બેસીને સંગીતનો રિયાઝ કરતી હતી!’

Warm Wishes
Urja Thakore
Artistic Director
Pagrav Dance Company
www.pagravdance.com

courtesy e-mail: Harasha  Pota

સપ્ટેમ્બર 11, 2009 - Posted by | ગમતી વાતો

1 ટીકા »

  1. આભાજીની આભા વધુ વિકસે એવી પ્રાર્થના! આવી તો ઘણી પ્રતિભાઓ છે કે જેને યોગ્ય અવકાશ મળતો નથી. અને એનો પ્રચાર થતો નથી. આપે આ માહિતી આપી એ બદલ આભાર.

    ટિપ્પણી by નટવર મહેતા | સપ્ટેમ્બર 12, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s