કૂકડો
રાતને અળગી કરે છે કૂકડો,
આંખ કિરણોથી ધુએ છે કૂકડો.
ત્યાં ગયાં ત્યારે કિરણ શિધી શક્યાં,
શહેરના ખૂણે વસે છે કૂકડો.
કેમ દુનિયામાં બધે અંધાર છે ?
સૂર્યને પ્રશ્નો પૂછે છે કૂકડો.
પ્રશ્નના ઉત્તરરૂપે ચારે તરફ,
જ્યોત કિરણોની જુએ છે કૂકડો.
એક બિંદુ તેજનું પામી જઈ,
શિર ઝુકાવીને નમે છે કૂકડો.
તિમિર કેરો ભેદ સમજ્યા પછી,
કંઠને વ્હેતો મૂકે છે કૂકડો.
રાત વીતી ગઈ, હવે ઊઠો’નયન’,
ઊંડે ઊંડે સાદ દે છે કૂકડો.
-મનહર મોદી
પ્રભાતે સૂર્ય ઊગે તે પહેલાં સૃષ્ટિ આખી નીંદરને ખોળે સૂતી હોય છે, સર્વત્ર સૂનકાર વ્યાપ્ત હોય છે-‘ધરા પડી સૂન્કાર’. લોકોના ઊંઘ ભરેલાં નિદ્રિત પોપચે જાગૃતિ લાવવાનું કામ કરે છે કૂકડો. કૂકડો જાગૃતિનો પ્રહરી છે. પ્રભાતના પ્રથમ પહોરનું જાગૃતિ ગીત કૂકડાના કંઠેથી સંભળાય છે. જગતને જગાડનાર, પ્રભાતના આગમનની આલબેલ પોકારનાર કૂકડો પ્રકૃતિનો જાગૃત ચોકીદાર અને વૈતાલિક છે.તેની કૂકડો કૂક ચારે ખૂણે દસેય દિશાઓને ભરી દે છે. આપણે વહેલા ઊઠવા એલાર્મ ઘડિયાળ મૂકીએ છીએ, પ્રકૃતિ કૂકડા દ્વારા એ કામગીરી બજાવડાવે છે. કૂકડાના સ્વમૂખે ગવાયેલું ગીત માનવા જોગ છે.
“જાગો ઊઠો ભોર થઈ છે શૂરા બનો તૈયાર,
સંજાવનનો મંત્ર આ મારો સકલ વેદનો સાર.”
એ જાણે કૂકડાના ગાનનો મર્મ છે.
સૌજન્ય: ઓળખ.
A gazal with kukadu radif.wow..Manaharbhai..tamane salam.
Sapana
A gazal with kukado radif.wow..Manaharbhai..tamane salam.
Sapana