આજના સુવિચારો……
સમસ્ત માનવજાતમાં પરિવર્તન લાવવાના વિચાર સહુ કરે છે, પણ પોતાની જાતમાં પરિવર્તન લાવવાનો કોઈ નહીં.
આ પળોનો ખ્યાલ રાખજો; યુગ તો એનું સંભાળી લેશે.
પાપના ડાળખાં-પાંદડાં પર કુહાડો ચલાવનારા હજાર જણ હશે, પણ એનાં મૂળિયાં પર ઘા કરનાર કોઈજ નીકળશે.
માનવીને માનવીથી અલગ રાખવા માટે અજ્ઞાને નિપજાવેલી જંજીરો-તેનું નામ પૂર્વગ્રહ.
પ્રકાશ ફેલાવવાના બે રસ્તા છે: મીણબત્તી બનવું, અથવા એનું પ્રતિબિંબ પાડનાર આરસી બનવું.
બીજાઓથી ન થઈ શકે તે કરવું એનું નામ આવડત, આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
‘પ્રતિષ્ઠા’ એટલે જગતનાં સ્ત્રી-પુરુષો આપણે વિશે શું ધારે છે તે; ‘ચારિત્ર્ય’ એટલે ઈશ્વર અને દેવદૂતો આપણે વિશે જે જૂએ-જાણે છે તે.
પ્રલોભન સામન્ય રીતે જ્યાંથી પ્રવેશ કરે છે તે દ્વાર જાણી બુઝીને ખુલ્લું રાખવામાં આવેલું હોય છે.
પ્રશંશા એ માનસને તેને પાત્ર બનાવવાની એક કરામત છે.
પ્રશંશાને અત્તરની માફક સૂંઘવાની હોય-પીવાની નહી.
જે બુદ્ધિશાળી મનુષ્યને પોતાની બુધ્દિનું અભિમાન હોય, તે પોતાની વિશાળ કોટડી માટે અભિમાન ધરાવનાર કેદી જેવો છે.
ભલું કરવા માટે કોઈ પણ ક્ષણ અતિવહેલી નથી હોતી, કારણ કે કેટલી વારમાં એને માટે અતિ મોડું થઈ જશે તે આપણે જાણતા નથી.
તમારી પોતાની સર્વોચ્ચ માન્યતાઓને વફાદાર રહેજો.
મારગમાં તમને જે તુફાનો ભેટ્યા તેમાં જગતને રસ નથી; તમે નૌકા પાર ઉતારી કે નહી?
મારગ જ્યાં જાય છે ત્યાં જ ડગલાં શીદને માંડો છો? જ્યાં મારગ નથી જતો ત્યા જાવ-ને તમારી પાછળ કેડી મૂકતા જાવ્.
સૌજન્ય: ધૂપસળી