ગમગીન છે.
તોરણો ખખડી રહ્યાં ને સાથિયા પીળા પડ્યા,
બારણાં ઝાલી ઉભેલો ટોડલો ગમગીન છે.
છમ છમાછમ નાદથી જે ગુંજતો’તો રાત-દીન;
આજ ભણકારા જડે ના,દાદરો ગમગીન છે.
કાલ જેની ડાળ પર ઝૂલા અને કલરવ હતા;
આજ લીલી ડાળ સૂની, લીંબડો ગમગીન છે.
પાન પીળું થર થરે ને ભીંત પર દીપક ધરે;
પોપટો પાંખ આવી, ચાકળો ગમગીન છે.
આ ભરી શેરી વચાળે,ઓશિયાળો થઈ ગયો;
પાંચીકે રમનાર જાતાં ઓટલો ગમગીન છે.
એજ લીંપણ, એજ માટી,ઓકળી પણ એજ છે;
ભાત કરનારાં ગયાં ને ઓરડો ગમગીન છે.
-દક્ષા બી. સંઘવી
Konu Ghar khaali thyu etle badhu gamgin che.
saras Gazal.
Sapana
એજ લીંપણ, એજ માટી,ઓકળી પણ એજ છે;
ભાત કરનારાં ગયાં ને ઓરડો ગમગીન છે.
saras chhe.
સુંદર ગઝલ…. મત્લાનો અભાવ છે પણ ખટકતો નથી…
પોપટો પાંખ આવી કે પોપટોને પાંખ આવી ?? ટાઈપો લાગે છે…
કાલ જેની ડાળ પર ઝૂલા અને કલરવ હતા;
આજ લીલી ડાળ સૂની, લીંબડો ગમગીન છે.
bahu j saras ……