દીકરી મારી ગૌરવભરી ગાગર…
ગુજરાત-ભારત અને અમેરિકાનું ગૌરવ..
મા-બાપ પોતાના બાળકો સવાયા બને ત્યારે તેમનામાં ગૌરવની અદભૂત લાગણી જન્મે છે અને એને ક્યા શબ્દોમાં વર્ણવાય? એ માત્ર હ્રદયમાં ઉદભવેલા આનંદના છાંટણા આંખની બહાર હર્ષરૂપે ટપ, ટપ ટપકી પડે અને કશું જ કહી ના શકે !.એને કોઈ વાચાની જરૂર જ નથી પડતી. ઓગષ્ટની પહેલી તારીખ અને સવારનો સમય હતો.. મારા નિયમ મુજબ લેબટૉપમાં લૉગ-ઈન કરી ઈ-મેલ ચેક કરતાંજ.. મારા જમાઈ રાજીવની ઈ-મેલ ખોલી..Do congratulate Dipti..here is why: દીપ્તિ વિશ્વ-વિખ્યાત ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં જોબ કરે છે તે કંપનીએ તેણીને આખી કંપનીમાંથી નોમીનેટ કરી. International Women’s Forum Leadership Foundation-2009-2010(ઈન્ટર નેશનલ વુમન ફોરમ લીડરશીપ ફાઉન્ડેશન)માં મોકલી આપેલ અને તે લોકો એ દીપ્તિની પસંદગી કરી.આ સંસ્થા દુનિયાભરની પ્રભાવશાળી મહિલાઓ કે જે સામાજીક,રાજકીય,શિક્ષણીક્,વિજ્ઞાનક્,ઈકોનૉમી ક્ષેત્રે આગળ પડતી મહિલાઓની પસંદગી કરે. આઈ.ડબલ્યુ.એફના ખ્યાતનામ મહિલા સભ્યોની ગણત્રી થાય તે નીચે મુજબ છે..
* Hillary Clinton (હીલરી ક્લીનટન)
* Margaret Thatcher(મારગારેટ થેચર)
* Sandra Day O’Connor(સેન્ડ્રા ડે ઑ કોનૉર)
* A Former Prime Minister of Canad( કેનેડાના ભૂતપૂર્વ પ્રધાન મંત્રી)
દુનિયામાં આગળ પડતી ઘણી સ્ત્રીઓના નામ છે.. અને હવે આ મહિલા સભ્યોમાં “દીપ્તિ”નું નામ હશે…આટલું વાંચતા, વાંચતા આંખમાં હર્ષના આંસુ ગંગા-જમનાની જેમ અવિરત વહેવા લાગ્યાં…
આ સંસ્થાનું ધ્યેય: દુનિયાભરમાંથી ૨૫ મહિલાઓની પસંદગી કરવાની કે જે સમગ્ર વિશ્વની પ્રગતીમાં એક નવો જુવાળ-નવી દિશા લાવી શકે..આ સમગ્ર વિશ્વની ૨૫ સ્ત્રીની પસંદગીમા તેણીની પસંદગી થઈ.સંસ્થાવતી દીપ્તિને એક વીક(અઠવાડીયું) હારવર્ડ (Harvard), એક વીક કેમ્બ્રીઝ(CAMBRIDGE)અને એક દિવસ હાઉસ ઑફ લૉર્ડઝ ઈન લંડન(House of Lords in London)માં વિતાવાનો રહેશે..
સંસ્થાની ટૂંકી માહિતી:૧૯૮૨માં સ્થાપ્ના થઈ.જે આખા વિશ્વના પાંચ ખંડો અને ૨૧ દેશો જે જુદી જુદી ૬૦ પ્રવૃતીઓનું નેતૃત્વ ધરાવે છે. હાલમાં ૪૨૦૦ સભ્યો જેવા કે આફ્રીકા,એશિયા, મીડલ-ઈસ્ટ, નોર્થ-અમેરિકા, સાઉથ અમેરિકા, યુરોપ જેવા દેશોમાંથી આ સંસ્થાના હીતમાં, સ્ત્રીઓની લીડરશીપ અને વિકાસ ક્ષેત્ર માટે સતત સેવા આપી રહ્યા છે કે જેઓ સ્ત્રીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક ક્ષેત્રે જેવા કે આર્થિક,ઈન્ડ્સ્ત્રીઝ,કેળવણી, સામજીક ,રાજકીય વગેરેમાં આગળ પડી નિર્ણયાત્મક પ્રગતી કરી શકે..મોખરે રહી વિશ્વ-મહિલા એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે.
ગૌરવની વાત તો એ છે કે દીપ્તિ ગુજરાત-ભારતમાં જન્મેલી, અમેરિકામાં ઉછરેલી અને આજે વિશ્વમાં પચ્ચિસ સ્ત્રીઓમાં દીપ્તિની મહિલાઓની પ્રગતી માટે ગણત્રી થશે.સ્ત્રીઓનો વિકાસ હજુ વિશ્વમાં ઘણોજ અલ્પ છે અને ઝડપથી વધતું જતું વિશ્વને મહિલાની લીડરશીપની પણ જરૂર છે..આપણાં માટે દીપ્તિ ગુજરાતના ગૌરવ સાથે,ભારતનું ગૌરવ અને અમેરિકામાં રહી અને અહીના એક નાગરિક મહિલા તરીકે આગળ વધી. આ દેશે એમને ઘણીજ તકો આપી છે એના ફળસ્વરૂપે અમેરિકામાં રહી ઘણીજ પ્રગતી કરી છે.એ અમેરિકાનુ પણ ગૌરવ છે સાથો સાથ અમેરિકા દેશની પણ ઋણીછે.
દીપ્તિ પોતે ૧૯૯૫માં ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં કોમ્પુટર ઇન્જિનયર તરીકે જોડાઈ અને ઘણીજ પ્રગતી કરી..આગળ અભ્યાસ માટે કંપની તરફથી MBA કરવા સંપૂર્ણ આર્થિક સહાય મળી.જોબ કરતાં કરતાં અને સાથો સાથ જોબના કામે જુદા જુદા દેશોમાં જવાનું અને ભણવાનું ઘણું જ આકરૂ હતું છતાં બે વર્ષમાં MBAની ડીગ્રી મેળવી.ગૌરવની વાત તો એ છેકે MBAના ગ્રેજ્યુએશનમાં હું મારી પત્ની રેખા અને મારો પુત્ર આશિષ હાજર હતાં અને દરેક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટને પ્રમાણપત્ર આપ્યા બાદ ત્યાંના ડીન મારું નામ બોલ્યા..”Mr.Barad મેં મારી પત્નીને કહ્યું કે એ લોકોની ભુલ થઈ લાગે છે દીપ્તિનું નામ બોલવાને બદલે મારું નામ..કેમ? ફરી મારું નામ બોલ્યા..હું સ્ટેજ પર ગયો..Mr. Barad, Congratulations! અને મારા હાથમાં APPRICIATION નું સર્ટીફીકેટ આપ્યું..કહ્યું..દીપ્તિએ જે MBA કર્યુ છે તે તમારું સ્વપ્ન હતું અને એ તમારું સ્વપ્ન સાકાર કર્યું છે ..તેના ખરા હક્ક્દાર અને કદરદાન તમે છો..(મારી પોતાની અમેરિકા આવ્યાબાદ MBA કરવાની બહુંજ મહત્વકાંક્ષા હતી જે હું સંજોગોવશાત પુરી ના કરી શક્યો..એ દીપ્તિને ખબર હતી અને હું હંમેશા તેણીને કહેતો કે ઇન્જિનયર થયાબાદ તું MBA કરે એવી મારી ઇચ્છા ખરી)..હું એક શબ્દ બોલી ના શક્યો..એટલો ખુશ હતો કે આંખમાંથી એક હર્ષનું ટીપું સરી પડ્યું..માત્ર..”Thank you.”.કહી બેસી ગયો..દીપ્તિને બીગ હગ(ભેટીપડીને)આપી બેસી ગયો..તેણીએ મારી આંખ સામું જોઈ મારા હ્રદયના ભાવો સમજી લીધા!
આટલી નાનીવયે વિશ્વક્ષેત્રે પ્રગતી કરી ..દીકરી મારી ગૌરવભરી ગાગર..એમાં ભરી દઉં વ્હાલભર્યો સાગર.
અમારી શુભેચ્છા એજ કે બસ વિશ્વના ધોરણે એ ઘણીજ પ્રગતી કરે..વિશ્વમાં નારી જગતમાં એક નવી ક્રાંતી લાવે..નારી જગત વિશ્વમાં માનપાત્ર બને, વિશ્વના ખુણે ખુણે નારીનું માન વધે,સન્માન થાય..પુરુષ-સમોવડી બને..દીપ્તિને જે વિશ્વનારી સંસ્થામાં અમૂલ્ય તક મળી છે તેને દિપાવે, એના મૂલ્યો સિધ્ધ કરે..નારીજગતમાં તેણીનું એક અનોખું સ્થાન રહે એજ શુભેચ્છા એજ મા-બાપના આશિષ..
(ખાસનોંધ: બાળકોના ઉછેર-પ્રગતી, સંસ્કાર અને કેળવણીમાં મારી પત્ની રેખાનો ઘણોજ મોટો ફાળો છે .મોટાભાગનો યશ, જશ રેખાને જાય છે.તેનું મને ગૌરવ છે..)
પ્રગતી માટે હાર્દીક અભીનંદન
અરે વાહ..એક દીકરીના જન્મદિને બીજી દીકરીના આવા સરસ ગૌરવપ્રદ સમાચાર સાંભળવા મળ્યા..ખૂબ ખૂબ આનંદ..દીપ્તિને ( દીપ્તિબહેન નથી લખતી ) અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન…અને અમને વિશ્વાસ છે કે એ જયાં જશે ત્યાં સફળતા મેળવશે જ.
રેખાબહેનને પણ એટલા જ અભિનંદનના હક્કદાર છે.
અનેક શુભેચ્છાઓ સાથે..
નીલમ અને હરીશ…
વિશ્વદીપભાઇ..પાર્ટી કયારે ?
મા બાપ તરીકે તમારી ખુશી કલ્પી શકું છું. ઇશ્વર હમેશા આવી ખુશીથી જીવન સભર બનાવી રહે..એ પ્રાર્થના સાથે….તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન…..
સૌ પહેલા તો આપ દીપ્તિ ના માતા પિતા ને ધન્યવાદ આપુંછું કે જેમના પેટે આવી દિકરી નો જન્મ થયો. બીજું કે રેખાબહેન ને તો ખાસ ધન્યવાદ જેમણે દીકરી ને સુસંસ્કાર અને કેળવણી આપી.
આજ ના સૌથી સારા સમાચાર મારા માટે.
અમારા સૌ તરફ થી આપ સૌને તથા દીકરી દીપ્તિ તથા જમાઇ ને અભિનંદન.
દિપ્તીબહેન સાથે એમના માતા-પિતાને હાર્દિક અભિનંદન.
આજે એક નવું નામ આપી દઉં ? વિશ્વમાં નામ દીપાવે તે વિશ્વદીપા…. દિલના ખુબ ખુબ અભિનંદન….તમને બંનેને પણ..
This is outstanding… I m so happy for her…congratulations from amarkota family…
વાંચતા જ આંખો હર્ષભીની થઇ ગઈ … આપ સહુ ને ખુબ ખુબ અભિનન્દન …!
અહો આનંદમ !!!!
અભિનંદન !!!!
આપ સહુ ને ખુબ ખુબ અભિનન્દન
Congratulations.
congratulations
abhinandan
Congratulations for such an outstanding achievement…..
Congratulation to Dipti.
and Cogratulation to proud Parents also.
Very happy and proud of Dipti and your family.
Nice things happen to nice people.
Love
Saryu-Dilip
Congratulations to Dipti for outstanding achievements!
congratulation to you and Dipti.
Sapana
Congrats … Proud to be gujarati….
Congrats……i am proud on our community!
Very good. Congratulations
હાર્દિક અભિનંદન !!!
હૃદયપૂર્વકની શુભકામનાઓ…
અરે આ તો આપના સૌના માટે ગૌરવની વાત છે …. ખૂબ ખૂબ અભિનંદન, વિશ્વદીપભાઇ !! તમારી આંખો હર્ષભીની થઇ ને અમારું હૈયું …….
વાંચતા….આંખો હર્ષભીની થઇ ગઈ ….આપ સહુ ને ખુબ અભિનન્દન …
Our HEARIEST CONGRATULATIONS to DIPTIBEN for her achievement and special congratulations to you…Proud Parents. This evening, I could not talk with you more because of emotional feelings towards you and Diptiben.
Talk you later.
Dinesh & Meera