આ અમેરિકન નારી!
શેરૉન વિલયમ્સને જુલાઈ માસની બેસ્ટ એમ્પ્લોઈ જાહેર કરવામાં આવી, ઓફીસના બધા કર્મચારી તેણીની ઑફીસમાં જઈ અભિનંદનનો વરસાદ વરસાવી દીધો. કાફેટેરીયામાં “Employee of the month…Congratulation Sharon”ની કેક, સલાડ. કુકી, ડીપ એન્ડ ચીપ્સ,ઘણું ફીંગર ફુડ્ઝની ટ્રે હતી ત્યાં શેરૉનનો બોસ મીસ્ટર પીટરસને બોલાવી અભિનંદન સાથે એમ્પ્લોઈ ઓફ ધ મન્થનો એવૉર્ડ આપ્યો સાથો સાથ ૫૦૦ ડોલરનો ચેક આપતા બોલ્યો..’આપણી કંપનીમાં શેરૉન છેલ્લા પાંચ વર્ષથી જોબ કરે છે , ઘણીજ કાબેલ, મહેનતું અને હોશિયાર છે..આપની કંપનીને આવા એમ્પ્લોઈની જરૂર છે. શેરૉન આજે ઘણીજ ખુશ હતી. જેવી પાર્ટી પુરી થઈ તુરતજ એની મધર બ્રિન્ડાને ફોન કર્યો..’ Mom, my company gave me the award for employee of the month…Wow!Congratulation..baby..I am proud of you’..’મોમ ,આજે હું ઘેર મોડી આવીશ..મારા ઓફીસના મિત્રો મને ડાઉન-ટાઉનમાં એક ઈટાલીયન રેસ્ટૉરન્ટમાં પાર્ટી આપવાના છે..’ઑકે..બેબી.’
હ્યુસ્ટનમાં સુગરલેન્ડ એરીયામાં શેરૉનને ૨૫૦૦ સ્ક્વેર ફૂટનું ત્રણ બેડરુમનું મકાન , લેક્સસ કાર અને પૈસી ટકે ઘણીજ સુખી હતી. અને હજુ અન-મેરીડ હતી તેથી તેની મધર બ્રીન્ડા એની સાથે રહેતી હતી. શેરૉનને બોયફ્રેન્ડ હતો પણ લગ્ન કરવા જેટલાં સીરીયસ થયાં નહોતાં..એની બહેનપણી સિલા હંમેશા કહેતી : મને તારા બોયફ્રેન્ડ માઈકનો સ્વભાવ બહું જ ગમે છે!! મજાકમાં કહેતી પણ ખરી” તું લગ્ન ના કરવાની હોય તો…સિલા..યુ આર ક્રેઝી..! ..એકાદ વરસ પછી વિચારીશું..પણ તને તો મારા વેડીંગમાં જરૂર બોલાવીશ…! યસ યાર તારે તો ઘણાં બધા મિત્રો છે..એમાં મારું નામ હશે ખરું?..સિલા હસતા હસતાં બોલી..
એક દિવસ શેરૉનને એની બોસે ઓફીસમાં બોલાવી..શેરૉન તને તો ખબર છે કે અત્યારે આપણી કંપની કેટ્લી ખોટમાં જાય છે..અને ઘણાં એમ્પ્લોઈને લેઈડ-ઑફ આપવો પડ્યો છે…અત્યારે આપણાં દેશમાં ઈકોનૉમી બહું જ ખરાબ છે.ઘણીજ બેન્ક્સ, કંપનીઓ બંધ થઈ ગઈ છે.આ ઈકોનોમીની અસર આખી દુનિયામાં થઈ છે..આવી પરિસ્થિતીમાં આપણી કંપની કોઈ રીતે “survive “થઈ શકે તેમ નથી…I am sorry to let you know that this is your last week on the job…શેરૉન..ત્યાંજ બોસને ભેટી રડી પડી..હવે હું શું કરીશ? બોસે કહ્યું પણ્ ખરું કે તું અહી ઓફીસમાંથી કોઈ પણ જોબ માટે એપ્લાઈ કરી શકે છે તેમજ તારી કોઈ પણ જ્ગ્યાએ ઈન્ટરવ્યું માટે જવાનું થાય તો ચાલુ ઓફીસે હું તને જવા દઈશ.’આભાર’..
ખરાબ ઈકોનૉમીને કારણે શેરૉનને કોઈ પણ જગ્યાએ જોબ ના મળી , છ મહિના બાદ અન-એમ્પલોયમેન્ટનો ચેક પણ આવવાનો બંધ થઈ ગયો..એની મધર પાસે જે બચત હતી તે ઘર-ખર્ચમાં વપરાઈ ગઈ..જોબ સારી હતી ત્યારે શેરૉને કદી રૈઇની-ડે નો વિચાર સુદ્ધા ન કર્યો..હવે ખાવાના પણ સાસા પડવા લાગ્યા.. શેરૉનની મધર હાર્ટ-એટેકની લીધે સાવ અપંગ જેવી થઈ ગઈ હતી અને શેરૉનને એની મધરને નર્સિંગ-હોમમાં મૂકી દીધી. ઘરની વસ્તું ઓ વેંચી ,વેંચી ઘરનું ગુજરાન માંડ માંડ ચલાવે .લેક્સસ કાર પણ વેચી દીધી શું કરે? ઘરનું મૉરગેજ ત્રણ મહિના ભરી ના શકી એથી બેંક તરફથી ફાયનલ નોટીસ આવી : ‘ત્રીસ દિવસમાં ત્રણ મહિનાનો હપ્તો નહીં ભરો તો ઘર જપ્ત કરી લઈ બેન્કનું સીલ મારી દેવામાં આવશે.શેરૉને ઘણાં મિત્રોની મદદ માંગી પણ આવા ટાણે કોણ મદદમાં આવે? સુખની સાહિબી સૌને ગમે..એમાં તો સૌ નમી નમી આવે..દુ:ખમાં સૌ દૂર દૂર ભાગે..આંખ મીચી સૌ દૂર ભાગે..આવી જ્યારે ગરીબી આવે..ના તો મિત્રો આવે કે ના તો સગા આવે…શેરૉન સવારે નવ વાગે વોક કરવા ગઈ પાછી આવી તો ઘર પર બેંકનું સીલ..ડોર પર નોટીસ..” It’s bank property..’ એણે માત્ર શોર્ટ અને ટી-શર્ટ પહેરેલ હતું..હવે કોના ઘેર જવું..ખીસ્સામાં કોઈને ફોન કરવા એક ક્વાટર પણ નહી! રસ્તા પર આવી ગઈ! સુવા ક્યાં જાય? રાત્રીઓ બ્રીજ નીચે કાઢી.. ખાવા માટે રોજ રાતે …જ્યારે મેકડૉનાલ્ડ બંધ થાય પછી..રાત્રે ગારબેજ કેનમાં ફેંકી દીધેલ હેમ્બરગર..ફ્રાય્ઝ.. ખાય લે..ઘણીવાર બ્રીજ નીચી જ્યારે સુતેલી હોય ત્યારે ગુંન્ડાઓ સેક્સ્યુલી એબ્યુઝ કરે! બિચારી દિવસે ચાર રસ્તે ઉભી રહે ને કપડાના ગાભાથી ટ્રાફીક લાઈટ પાસે ઉભી રહેતી કારના ગ્લાસ સાફ કરે ! કોઈ પૈસા આપે તો વળી કોઈ કારવાળા ગાળો આપી પજવે પણ ખરા.. ‘એમ્પ્લોઈ ઓફ ધ મન્થ..મસ્ત મજાની જોબ..મોઘામાં મોઘી કાર..ઘર અને ક્યાં આ ગદવાડ ચુંથી ખાવાનું શોધતી આ શેરૉન!! શેરૉનને આવું વિચારતા પોતાની જાત પર ગુસ્સો અને દયા બન્ને સ્નો ફોલ બની ઘેરી લાધા… આવી સખત ગરમીમાં ફ્રીઝ થઈ ગઈ!ધ્રુજારી છુટી!!
શેરૉન પ્રેગનન્ટ થઈ! હવે શું કરીશ? ‘Basturd! Animal!! ગૉડ ..તમને કદી નહી માફ કરે!’ મનોમન એ ગુન્ડાઓને ગાળો ભાંડવા લાગી..’અને મેડીકલ ઈન્સ્યોરન્સ પણ નથી..! એબૉરશન માટે પૈસા નથી..હું જ ભુખી મરુ છું..ક્યાંથી પૈસા કાઢું?’ પોતાની જાત પર ગુસ્સે થઈ! માથુ પીટવા લાગી! ત્રણ મહિના થઈ ગયા!! સવારથી કશું ખાધું નથી..પાસે એક પણ પૈસો નથી..બ્રીજ નીચે..એમની પથારી… હાથમાં ગાભો લીધો..લાવ એક બે કાર સાફ કરું ..થોડા પૈસા મળી જાય તો આ પેટમાં જીવ છે એને પણ કંઈક મળે અને મને પણ….એમ કહી ઝડપથી ચાર-રસ્તા તરફ દોડી.. એક કાર ને જોઈને! ભૂખની મારી..કામ શોધવા! પાછળ આવતી કાર કન્ટ્રોલ ના કરી શકી..શેરૉન..૨૫ ફૂટ હવામાં ફેંકાઈ…એનું બૉડી ત્રીજી કારના હુડ પર પડ્યું.. ભૂખની મારી.બેજીવ સાથે .આ અમેરિકન નારી!