"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારોની મહેંક..

y1pT2XxanFCo4zJbRJuJ3HMJTv9N3OBu2zbLxIDTUOJKa4vnueJ4FwEpo7q9hf5jmiq

એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે, નાની નાની તકોને ઝડપી લેવાથી આપણે મુકામે ઝ્ટ પહોંચીએ છીએ.

તકની તકલીફ એજ છે કે એ આવે છે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે.

તક કદી એળે જતી નથી. તમે જે ગુમાવી હોય તેને બીજો જણ ઝ્ડપી લે છે.

દંભ એ પાપે પુણ્યને આપેલી અંજલિ છે.

દુનિયાની મોટી આફત એ છે કે મૂરખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી અને બુદ્ધિશાળીઓ પોતાની આશંકાઓમાંથી કદીય ઊંચા અવતા નથી.

કોઈ માણસને તમારો દુશ્મન બનાવવો હોય તો એને એટલું  કહેજો કે: ‘તારી વાત ખોટી છે’. આ તરકીબ હંમેશા કામ આપે છે.

દુશ્મનનો તે નથી  જેઓ આપણને ધિક્કારે છે, પણ તેઓ કે જેમને  આપણે ધિક્કારીએ છીએ.

હાજરીમાં જે તમારાથી ડરે, એ ગેરહાજરીમાં તમને ધિક્કારે  છે.

નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી; ગબડ્યા પછી ત્યાં પડ્યા રહેવામાં છે.

સમસ્ત વિશ્વને ચાહવું તેમાં કોઈ મોટી  વાત નથી. સવાલ તો પડોશમાં જ રહેતા પેલા આભાગિયાનો છે.

સૌજન્ય: ધૂપસળી

જુલાઇ 29, 2009 - Posted by | ગમતી વાતો

2 ટિપ્પણીઓ »

  1. sundar suvicharo chhe.

    ટિપ્પણી by shivshiva | જુલાઇ 30, 2009

  2. Very Nice Quotation
    હાજરીમાં જે તમારાથી ડરે, એ ગેરહાજરીમાં તમને ધિક્કારે છે.

    ટિપ્પણી by રોહિત વણપરીયા | ઓગસ્ટ 1, 2009


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: