ત્યારે હતો તે હું…
અને આકાશ પર ચડતો હતો
ત્યારે હતો તે હું.
અને પૃથ્વી ઉપર પડતો હતો
ત્યારે હતો તે હું.
અને એકાંતને અડતો હતો
ત્યારે હતો તે હું.
અને છાને ખૂણે રડતો હતો
ત્યારે હતો તે હું.
અને અંધારને જડતો હતો
ત્યારે હતો તે હું.
અને એકાંતને નડતો હતો
ત્યારે હતો તે હું.
અને પૃથ્વી ઉપર પડતો હતો
ત્યારે હતો તે હું.
અને આકાશ પર ચડતો હતો
ત્યારે હતો તે હું.
અને ચડતો અને પડતો હતો
ત્યારે હતો તે હું.
અને ચદતો અને પડતો હતો
ત્યારે હતો તે હું.
-મનહર મોદી