"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બાળપણની ચાલ

children-008 
સરળતાથી  નહીં    ભૂંસી શકો  એકેક       જણની ચાલ;
સતત પગરવ કરીને જાય જીવનમાં સ્મરણની ચાલ.

સમજદારીની  ભાગમદોડમાં   બસ વસવસો છે એક,
ચમકતાં બૂટનાં તળિયે ઘસાઈ    બાળપણની ચાલ.

મુસીબતમાં  છું હમણાંથી જરા જાહેર  થૈ ગઈ વાત,
બધાંએ વાતવાતે ચાલવા માંડી છે..પણની  ચાલ.

મને ખુદને જ મળવામાં હું અડચણરૂપ થઉં છું  રોજ,
મને મળવા જ ચાલી આજ મારા  અપહરણની ચાલ.

સદાયે ખુશ   રહેવાની   બતાવી    દઉં     જડ્ડીબુટ્ટી,
‘ધરા સાથેજ  બદલાતી રહે વ્હેતાં ઝરણની   ચાલ.’

-અશોક ચાવડા

જુલાઇ 27, 2009 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 1 ટીકા

   

%d bloggers like this: