"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

રાત ને દિવસ વણાતો હોઉં છું

1613332

રાત ને દિવસ   વણાતો       હોઉં છું,
‘હા’અને ‘ના’માં ચણાતો       હોઉં છું.

ડૂબતા  કૈં વ્હાણ   જેવી        જિંદગી,
ક્યાં જવાનું, ક્યાં તણાતો  હોઉં છું?

વેદનાઓ   ટાંકણા        માફક   ફરે,
માનતો કે, હું    ઘડાતો    હોઉં    છું.

અન્યને   તો  દોષ શું દેવો   અહીં?
ખુદના હાથે      હણાતો       હોઉં છું.

ઢેલ  જેવી લાગણી      સામે  મળે,
ભીતરે  હું   યે         કળાતો હોઉં છું.

એ  હવે  આવી  ગયાં છે    ઓરડે,
બારણા  માફક   વસાતો     હોઉં છું.

-ફિલિપ કલાર્ક

જુલાઇ 25, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: