"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

પ્રપોઝલ રીંગ…

419px-Ravi_Varma-Woman_in_thought

“હસી ના શકી, રડી ના શકી, કોની લાશ હતી જાણી ના શકી…” ‘શું વાત છે વિપુલ ? શાયર સાહેબ તારી શાયરીનો કોઈ જવાબ નથી..સુંદર અતિ સુંદર!’  ‘નેહા, સ્વર્ગ વચ્ચે રહી ગમગીની અનુભવું છું..તું જ મને કહે સુખની વ્યાખ્યા શું? પૈસો છે, મર્સિડીઝ કાર છે ને મહેલ જેવું મકાન છે, પણ ચેન ક્યાં છે? રોજ, રોજ ઉદાસીનતા વીડની જેમ ઉગ્યા કરે છે,એની એલરજી મારા માઈન્ડમાં ઘર કરી ગઈ છે. વિપુલ હું તારા દુ:ખને સમજી શકું છું. વિપુલના મધર અને ફાધર  બન્ને  ડૉકટર હતાં, બન્ને અમેરિકાથી પેરીસ મેડીકલ કૉનફ્રન્સમાં જતા હતાં ત્યારે પ્લેન-ક્રેશમાં બન્નેનું  અવસાન થયું અને વિપુલ એમનો એકજ સંતાન.વિપુલના માતા-પિતાએ પહેલેથી જ વીલ બનાવી રાખેલ તેથી કોઈ કાયદેસર મુશ્કેલીઓ નડી નહીં.વિપુલ અહી અમેરિકા આવ્યો ત્યારે પંદર વર્ષનો હતો  અત્યારે તેની ઉ઼ંમર પણ બત્રીસની થઈ અને હમણાંજ એણે ઓન્કોલોજીસ્ટ્ની ફેલૉશીપ પુરી કરી અને ફીનીક્સમાં પ્રાયવેટ  પ્રેકટીસની ઓફર સ્વીકારી.ડોકટર હોવા છતાં ગુજરાતી પ્રત્યે ઘણીજ લાગણી અને ગુજરાતીમાં ઘણાં શે’ર્ શાયરી પણ કરે અને લખે.નેહા શિકાગો રહેતી હતી અને લોયોલા યુનિવર્સિટીમાં લોયરનું ભણતી હતી બન્ને ઈન્ડીયન પ્રોફેશનલ નેટ-વર્ક યાહુ-ગ્રુપમાં પહેલીજ વખત મળ્યા અને ત્યારથી અવાર-નવાર  મોડી રાત સુધી યાહુ- ચેટ પર  કલાકો સુધી વાતો કરતાં પણ રુબરુ મળવાના સંજોગો કદી  ઉભા થયાં નહીં.

 
               ‘ નેહા! હવે હું હ્યુસ્ટનમાંથી બધું વાઈન્ડ-અપ કરી એકાદ મહિનામાં ફીનીકસમાં મુવ થઈ જવાનો પ્લાન છે..ઘર પણ વેંચી દીધું છે અને એનું ક્લોઝીંગ પણ એકાદ વીકમાં થઈ જશે..પણ મારી પ્રેકટીસ શરુ થાય  એ પહેલાં…’હા લગ્ન..ખરુંને? જરુર…You are the great man on this earth..’ વિપુલ મનોમન ખુશ થઈ ગયો.. વિચારવા આવ્યો કે નેહા અને અમો ઘણા સારા મિત્રો છીએ..તેણીનો સ્વભાવ પણ ઘણોજ સારો છે, આટલું સારું ભણે છે, સંસ્કારી છે.  ‘નેહા! હું આ વીક-એન્ડમાં  શિકાગો આવું છું..મારે એક અગત્યનું કામ છે..તું એર્-પોર્ટ પર લેવા આવીશ?’ નેહાને એકદમ શૉક લાગ્યો. ‘અચાનક?’ ‘ હા!’.. નેહા પણ વિચારમાં પડી ગઈ.  વિપુલે મનોમન વિચાર્યુ હતું કે બસ શિકાગો એર-પોર્ટપર જ સરપ્રાઈઝ આપું અને ત્યાંજ પ્રપોઝલ મુકું..”Would you marry me?” it will be shock and surprise!for her..

        વિપુલ પ્લેનમાં હજારો વિચાર કરવા લાગ્યો.ફોટામાં એ બહું સુંદર લાગે છે..બસ રુબરૂ મળીશ અને પ્રપોઝ્લ મુકીશ મને ખાત્રી છે કે એ ના નહી પાડે! શિકાગો ઑહેર એરપોર્ટના લગેઝ ચેક-આઉટમાં  આવવાનું નેહાની કીધું હતું..નેહાએ એર-પોર્ટ પર આવવા એની કોલેજની ફ્રેન્ડ  હેતાલીને  સાથે લીધી.’હેતાલી હ્યુસ્ટનનો આ મારો મિત્ર વિપુલ ડોકટર છે..અમો ઘણાં વર્ષોથી મિત્ર  છીએ અને એણે અચાનક અહીં આવવાનું નકી કર્યું છે. મને ઘબરાટ થાય છે…’ ખાલી મિત્ર જ કે..પછી . ના યાર એવું નથી..Just a friend..પણ નેહા મનોમન વિચારવા લાગી કે એ મને પસંદ કરશે?..ના ના એ અમસ્તો જ મને મળવા આવતો હશે!!!

          પ્લેન જેવું ગેઈટ પર આવ્યું કે તુરત જ પ્લેનમાં લગેજ-કેરીયરમાંથી હેન્ડ-બેગ લઈ વિપુલ ઝડપથી બહાર નીકળી ગયો..હાથમાં ફૂલ, ખીસ્સામાં પ્રપોઝલ રીંગ સાથે  લગેઝ-પીક-અપ તરફ પ્રણાય કરી લગેઝ પીક-અપ પાસે પહોચ્યો..ત્યાં હાથમાં ફૂલને સુંદર સ્માઈલ સાથે..વ્હીલ-ચેરમાં બેઠેલી નેહા  બોલી ઉઠી..વેલકમ…વિપુલ..! વિપુલના હાથમાં પણ ફૂલ હતાં..કોણ જાણે કેમ અચાનક ઠેસ વાગી.ફૂલ પડી ગયાં…પોતાની જાતને માંડ માંડ સંભાળી શક્યો..નેહા હેન્ડીકેપ હતી !નેહાને ભેટ્યો અને ફૂલ પણ આપ્યાં પણ વિપુલના ખિસ્સામાં પ્રપોઝલ રીંગ એમની એમ જ રહી ગઈ!!!

જુલાઇ 22, 2009 - Posted by | ટુંકીવાર્તા, લઘુકથા, સ્વરચિત રચના

5 ટિપ્પણીઓ »

  1. khubaj saras laghukatha

    ટિપ્પણી by BHARAT SUCHAK-GUJARATI | જુલાઇ 23, 2009

  2. aah.aah!sache maansni olkhan fakta baahya rupthi thay che.
    sapana

    ટિપ્પણી by sapana | જુલાઇ 23, 2009

  3. laghukatha saari chhe,ant saaro no aapyo.
    maraa ridgujarati naa mitro ahi pan chhe jani aanand thayo.
    vraj

    ટિપ્પણી by Vraj Dave | જુલાઇ 23, 2009

  4. આ જ પ્રકારની એક વાર્તા અંગ્રેજીમાં વાંચી હતી.
    આપને એક નમ્ર સુચન છે. સંવાદો જે રીતે રજુ થવા જોઈએ એ રીતે રજુ નથી થયા.
    વળી આજકાલ જો ઈમેઈલ પર કે ઈન્ડીયન પ્રોફેશનલ નેટ-વર્ક યાહુ-ગ્રુપમાં મળતા ડોક્ટર કક્ષાના માણસો પહેલાં જરૂર ફોટાની આપ-લે કરે જ અને એ બહુ સહજ છે. માટે વાર્તાના પિંડમાં થોડી ઊણપ લાગી.
    પ્રયત્ન સારો છે પણ ક્યાંક કંઈ ખૂંટે છે.

    ટિપ્પણી by Natver Mehta | જુલાઇ 23, 2009

  5. Su aano end mane mail karso??

    ટિપ્પણી by trupalpatel | ઓગસ્ટ 27, 2013


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: