"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શે’ર-શાયરી સાથે માણીએ..

romantic-impressionist-art-painting-giclee-carmelina

કંપે છે  મારા હાથ, હું ઝાલી      નહીં શકું,
હું ખુદ તને કહું છું કે પાલવ બચાવી જા.
-મરીઝ

દુ:ખ- સંકટ- કષ્ટ- પીડ-કલેશનો      મહિમા સમજ,
તેં સતત ભજવ્યા કર્યા  તે વેશનો  મહિમા  સમજ.
-હેમંત દેસાઈ

સાવ  અધવચ્ચેથી  ચીરે  છે  મને,
મારો પડછાયો  જ   પીડે  છે  મને.
-ભરત ભટ્ટ

કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ  મારી ઓટ   જોઈ ને કિનારે     ઘર  બનાવે છે.
-મરીઝ

પૂછી રહ્યો પડછાયો  મને  જે મળ્યો  સામે,
શું  નામ  તમારું  અને      રહેવું  ક્યાં  ગામે?
-આદિલ મન્સૂરી

ખંખેરી  ઊભો  થાઉં, હવે      વાર     નથી કૈં,
એ વાત જુદી છે કે આ ચાદર મેં વણી છે.
-ભગવતીકુમાર શર્મા

એકવાર    મેં ફૂલો સમો દેખાવ    કર્યો તો,
આ એની  અસર છે કે હું કરમાઈ રહ્યો છું.
-સૈફ પાલનપૂરી

ક્યામતની   રાહ       એટલે   જોઉં   છું,
કે ત્યાં   તો જલન મારી માં પણ હશે.
-જલન માતરી

જુલાઇ 19, 2009 Posted by | ગમતી ગઝલ, શાયરી | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: