આજના સુવિચારો..
તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે.
કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત.
ક્રોધના કારણો કરતાં એનાં પરિણામો કેટલાં વધુ વેદનામય હોય છે.
માણસ કઈ રીતે રમત ખેલે છે તેમાંથી એના ચારિત્રનો એક અંશ દેખાય છે. રમતમાં એ કેવી રીતે હારે તે એનું સમગ્ર ચારિત્ર છતું કરે છે.
બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો. પછી મને ખબર પડી કે બીજાઓ મારો મુદ્દલ વિચાર કરતા પણ નહોતા પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા-ત્યારે મારી ફિકર મેં છોડી દીધી.
આ જગતમાંથી હું એકજ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.
જમાનાની સાથે આપણે પણ બદલાવું જોઈ એ-સિવાય કે જમાનાને બદલવા જેટલી ત્રેવડ આપણાંમા હોય.
વરસાદનો જશ જેને લેવો હોય, તેણે દુકાળની ગાળો સાંભળવા પણ તૈયાર રહેવું પડશે.
પોતાની જાતને ઓળખવી તે અત્યંત મુશ્કેલ તો છે- એ કામ અતિશય અળખામણું પણ છે.
જુઠું બોલનાઓએ યાદદાસ્ત તો સારી રાખવી જ જોઈએ.
ટીકા એ કીર્તિની કમાણી પરનો સામાજીક કર છે.
સૌજન્ય: ધૂપસળી
આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો.
badhaj suvichar bahu saras che
બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો…..સરસ વિચાર. ચાલો આપણે પણ આ જ રીતે જીવીએ.
kharekhar sundar suvakyo che.
SARAS SUVICHAR CHE REAALY VANCHAVNI MAJA AAVI GAI
I LIKE GOOD THOUGHTS
Really thoughtful
very good
હું ગુજરાત માં રહેવા છતાં પર ગુજરાતી ભાષા માં આટલો ઊંડો નથી ઉત્રીયો નથી
તે વાત નું આજોઇને મને દુઃખ લાગે છે .
તેજસ
Very pravtical& true
Very very good thinking
Best thinking
This is awesome one
HELLO……………………………?
મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.
અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.
Nice quotes
badha j suvichar mathi kai shikava mal tu 6e
SUVICHAR SARA CHHE AAPNE TENE JIVAN MO UTARVA JOIEA TENU PALAN KARVU
THANKS
ખુબ જ સુંદર વિચારો..
ખુબ જ ગમ્યુ..!!!
suvichar sathe teni detail ma samjavo to bahu maja ave
સારું કલેક્શન છે….. કંટીનીયું…..
ખૂબ જ સરસ.
so nice Collection…………..
ખુબ જ સુંદર વિચારો..
ખુબ જ ગમ્યુ..!!!