"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આજના સુવિચારો..

160437350OGlxMq_fs

 તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે.

કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત.

ક્રોધના કારણો કરતાં એનાં પરિણામો કેટલાં વધુ વેદનામય હોય છે.

માણસ કઈ રીતે રમત ખેલે છે તેમાંથી એના ચારિત્રનો એક અંશ દેખાય છે. રમતમાં એ કેવી રીતે હારે તે એનું સમગ્ર ચારિત્ર છતું કરે છે.

બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો. પછી મને ખબર પડી કે બીજાઓ મારો મુદ્દલ વિચાર કરતા પણ નહોતા પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા-ત્યારે મારી   ફિકર મેં છોડી દીધી.

આ જગતમાંથી હું એકજ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.

જમાનાની સાથે આપણે પણ બદલાવું જોઈ એ-સિવાય કે જમાનાને બદલવા જેટલી ત્રેવડ આપણાંમા હોય.

વરસાદનો જશ જેને લેવો હોય, તેણે દુકાળની ગાળો સાંભળવા પણ તૈયાર રહેવું પડશે.

પોતાની જાતને ઓળખવી તે અત્યંત મુશ્કેલ તો છે- એ કામ અતિશય અળખામણું પણ છે.

જુઠું  બોલનાઓએ યાદદાસ્ત તો સારી રાખવી જ જોઈએ.

ટીકા એ કીર્તિની કમાણી પરનો સામાજીક કર છે.

સૌજન્ય: ધૂપસળી

આપના અમૂલ્ય પ્રતિભાવ આપશો.

જુલાઇ 17, 2009 Posted by | ગમતી વાતો | 24 ટિપ્પણીઓ

   

%d bloggers like this: