"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

જંખના!

Indian_women_paintings_1
‘મૉમ, તું સાહિલ અંકલનો કૉનટેક્ટ કર’.. ‘નીતા, ત્રીસ વર્ષબાદ  એમનો કૉનટેકટ કરું તો મારી જેવી કોઈ સ્વાર્થી સ્ત્રી ના કહેવાય! મૉમ,આમાં સ્વાર્થની ક્યાં વાત આવી? તારી સાથે રાજી ખુશીથી ડીવૉર્સ થયા પછી પણ એમણે લગ્ન નથી કર્યા. મને ખાત્રી છે કે હજુ પણ તારા પ્રત્યે લાગણી અને પ્રેમ છે..એ ભલે બહું જ ઓછું બોલે છે..હું અચાનક એક વખત એમને શિકાગોમાં મારી બહેનપણીના લગ્નમાં મળી ગઈ હતી.ગીતા આન્ટી એ મને ઓળખાણ કરાવી હતી..એ બહુંજ માયાળું છે’. મને મળી ને કહ્યું..’નીતાબેટા, You are very pretty..(તું બહુજ સુંદર છે)કઈ કોલેજમાં જાય છે? શું બનવાની છે?’ ‘અંકલ હું ડેનવર યુનિવસિટીમાં મેડીકલમાં છું..wow! ડોકટર થવાની! YES, Uncle. અંકલ તમે ક્યાં સ્ટેટમાં છો? ‘બેટી હું મિશિગન,ગ્રાન્ડરેપીડમાં છું’Teaching line(શિક્ષણ ક્ષેત્ર)માં છું’ મારી સાથે ઘણી વાતો કરી.મને તારા વિશે પૂછ્યું પણ હતું કે “Where is Pratibha?( પ્રતીભા ક્યાં છે?) એ પણ ડેનવરમાં મારી સાથે જ છે.. એમને મળ્યા ઘણો સમય થઈ ગયો પણ એમનો માયાળું સ્વભાવ મૉમ, હજુ મને યાદ છે.

                            યાદ છે ૧૯૭૦માં સ્ટુડન્ટ વીઝા પર  હું અને સાહિલ અમેરિકા આવ્યા, અહી અમારું કોઈ નહોતું,,શિકાગો એરપોર્ટ પર સાવ અજાણ્યા!આપણે ઈગ્લીશ બોલીએ એ કોઈ ના સમજે આપણાં ઉચ્ચારો સાવ જુદા પડે!રસ્તો કાઢી ગ્રેહાઉન્ડ બસ લઈ ફોર્ટ-બેન્ડ ઈન્ડીયાના યુનિવર્સિટીમાં ગયાં.શું ખાવું? કઈ ખબર ના પડે.સાહિલ પાસે ફરસી પૂરી અને સુખડી પડી હતી તે ખાધી.એ બોય્ઝ ડૉમ અને હું ગ્રલ્સ ડૉમમાં ગઈ..બીજા દિવસથી ક્લાસ શરું થવાના હતાં. હું કેમીકલમાં અને સાહિલ ઈલેકટ્રીક એન્જીનીયરમાં, કેમ્પર્સમાં પાર્ટ-ટાઈમ જોબ કરીને આભ્યાસ પૂરો કર્યો. અમારું પ્રણયનું બીજ તો ભારતમાંથી પ્રાંગરેલું હતું.
મને પણ  કેમીકલમાં અને સાહિલની ઈલેકટ્રીકલમાં જોબ મળી ગઈ અને એકજ એપાર્ટમેન્ટ લઈ સાથે રહેવાનું નક્કી કર્યું..એપાર્ટમેન્ટ બે બેડરૂમનું હતું અને સાહિલનો  મિત્ર વરુણ પણ સાથે રહેતો હતો. ફોર્ટબેન્ડ બહુંજ નાનું ગામ હતું  અને આપણાં ભારતિયની સંખ્યા બહું જુજ, મોટાભાગના સ્ટુડન્ટ રહેતા હતાં. બહુંજ સાદાઈથી થોડા મિત્રોની હાજરીમાં સાહિલ અને મારા લગ્ન થયાં.અમારું લગ્ન જીવન ઘણુંજ સુખી હતું..સાહિલ બહુજ શાંત અને માયાળું સ્વભાવનો ! હું જે કહ્યું તે હમેંશા મંજૂર રાખે કદી પણ કોઈ જાતની દલીલ કે ખોટી ચર્ચા ના કરે! ‘લગ્નને  ત્રણ વર્ષ થઈ ગયાં સાહિલ! ઘરમાં એક રમતું રમકડું. પ્રતીભા તું એકની એક વાત કર્યા કરે છે આપણે બન્ને એ  ડૉકટરની બતાવ્યું અને મારે જે મર્યાદા છે એ તને ખબર છે.શું આપણે બાળક વગર સુખી જીવન જીવી ના શકીએ? આપણે ભારત જઈ એક બાળક  એડાપ્ટ કરી લઈએ. પણ મને એ મંજૂર નહોતું. સમય દોડતો હતો અમારી ઉંમર પણ વધતી જતી હતી,મારી ધીરજ ખુટતી  જતી હતી, મારા મનને વંશમાં ન રાખી શકી…પાંચ વરસબાદ મેં એક દિવસ  સાહિલને કહ્યું” I am pregananat!( મારે સારા દિવસો જાય છે) .’Pratibha, It’s miracle !..બહુજ ખુશી ની વાત છે’ એ ખુશ થઈ મને કીસ આપી ભેટી પડ્યો! સાહિલ! મારી વાત સાંભળ..તને આંચકો લાગશે..પણ હું તને સત્ય તો જરુર કહીશ!..પ્રતિભા, તું એમ કહેવા માંગે છે કે  મને છોકરો  ગમે છે ને તને ડૉકટરે  ‘છોકરી છે એવું કહ્યું.. ના ના સાહિલ..મને ખબર છે કે તું  એવો નિષ્ઠુર નથી કે baby girl ને  અપનાવી ના શકે! ..’આ બેબી  વરૂણની છે…’ પ્રતિભા!!!!તું શું બોલે છે તેનું તને ભાન છે? હા, સાહિલ..મને તારી મર્યાદાની ખબર છે અને મારે તો બાળક જોયતું હતું..I am sorry..Sahil, we have to get the divorse!(મને માફ કર સાહિલ,પણ આપણે છૂટાછેડા લેવા પડશે) no..no.એક  સમજુતી ન થઈ શકે પ્રતિભા? શું? બસ આ વાતની કોઈને  પણ ખબર ના પડે અને હું આ બેબી મારી છે એમ બધાને કહું અને આપણે બન્ને…’ ‘ના, સાહિલ આ શક્ય નથી..I cheated you!! મને આ વાત કાયમ કોરી ખાવાની..હું વરુણ સાથે  લગ્ન કરીશ અને એ જ મારા આવનાર બાળકનો પિતા છે.. અમો બન્ને કોર્ટમાં જઈ ડીવૉર્સ લીધા.મેં વરુણ સાથે ફરી લગ્ન કર્યા..નીતાનો જન્મ થયો.શરુયાતમાં અમારું લગ્ન જીવન ઘણુંજ સુખી અને આનંદદાયી હતું.. વરુણ મારાથી ચાર વર્ષ નાનો હતો નડીયાદમાં એમનાં પિતાનો કરોડોનો બીઝ્નેસ હતો એમના મા-પિતા પણ અમેરિકા આવી ગયાં. વરુણના માતા-પિતાને પૈસાની ખુમારી બહુંજ હતી અને મારી સાથે પણ અતડો વ્યવહાર રાખે..બહું ખાસ બોલે નહી..અમારા બની વચ્ચે ફાસ નાંખવામાં એ ઘણાં જવાબદાર હતાં..ઘરમાં  ઝ્ગડો વધતો ગયો.! વરુણનું Behavior બગડવા લાગ્યું, ડીન્કસ પી,પી  ને કનડગતી અને ખોટી દલીલો ઘરમાં વધારતો ગયો..વરુણ અને મારા   ડીવૉર્સ થયાં..નીતાની કસ્ટડી  મેં લીધી…હું ને નીતા ડેનવર મુવ થઈ ગયાં..નીતા ભણવામાં હોશિયાર હતી અને મેડીકલમાં એડમીશન મળી ગયું.ફોર્ટબેન્ડ છોડ્યા પછી હું સાહિલને એકજ વખત  ઈન્ડીયન ગ્રોસરીમાં અચાનક શિકાગો મળી છું..મને મારી બહેનપણી શીલાએ કહ્યું હતું કે સાહિલે મારી સાથે  ડીવૉર્સ બાદ ફરી લગ્ન જ નથી કર્યા..

                       મૉમ, Wake up ! શું વિચારમાં  પડી ગઈ? મૉમ, મારે તને એક સીકરેટ (રહસ્ય) કહેવાનું છે…મેં છ મહિના પહેલાં સાહિલ અંકલ સાથે ફોન પર વાતો કરી હતી..’ક્યારે? કેમ?’નીતા, મને કહે તે શું વાત કરી! મૉમ,મેં  તારા સાહિલ અંકલ સાથે ડીવૉર્સ બાદ જે ઘટના બની  બધી વાત કરી..સાહિલ અંકલને બહું જ દુ:ખ થયું અને પૂછ્યું પણ ખરું કે  Is she OK? .. હે! એવું પૂછ્યું..હા મૉમ,, હજુ પણ તારા  પ્રત્યે માન છે..એ તારો પહેલો પ્રેમ હતો અને સાચો પ્રેમ હતો! હા, બેટા સાચું કહું ..એમની “મર્યાદા”ને હું  સ્વીકારી ના શકી અને મે..’ ‘મૉમ..do not worry!
મારું મને કહે છે કે એ જરુર  તારા જીવનમાં ફરી પાછા આવશે..Let me try..! આ વીક-એન્ડમાં ફોન કરીશ..’પણ મેં કીધું છે એવું’..Mom, I am not kid..

                        નીતાએ સાહિલ અંકલને ફોન જોડ્યો. ‘હલો! કોણ ?’ ‘હું નીતા’, ‘આપ કોણ?’ ‘હું રાધા,સાહિલની પત્નિ બોલુ છું ‘.. કોનું કામ છે? સાહિલને આપું?   No, I have a wrong number!    It’s OK!

 (આપનો અમૂલ્ય પ્રતિભાવ આપશો)

જુલાઇ 15, 2009 Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: