ગ્રામ્યમાતા-કલાપી
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભુરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એ કે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં!
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે!
(અનુષ્ટુપ)
વદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે!
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને;
તે અશ્વને કુતુહલે સહુ બાલ જોતાં!
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને,
જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં;
કૃષિક, એ ઊઠી ત્યારે ‘આવો બાપુ! કહી ઊભો.
(શાર્દૂલ વિક્રીડિત)
‘લાગી છે મુજને તૃષા, જલ જરીદે તું મને ‘બોલીને,
અશ્વેથી ઊતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ;
‘મીઠો છે રસભાઈ! શેલડી તણો’ એવું દયાઠી કહી,
માતા ચાલી યુવાનને લઈ જ્યાં છે ઊભી શેલડી!
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
છૂરી વતી જરીક કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કૈ વિચાર કરતો નર તે ગયો પી.
(અનુષ્ટુપ)
‘બીજુ પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા’,
કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું.
(મંદાકાન્તા)
કાપી કાપી ફરી ફરી અરે! કાતળી શેલડીની,
એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના?
‘શું કોપ્યો છે પ્રભુ મુજ પરે!આંખમાં આંસુ લાવી,
બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં.
( અનુષ્ટુપ)
‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
નહિતો ના બને આવું;’બોલી માતા ફરી રડી.
(વસંતતિલકા)
એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
માતાતણે પગ પડી ઊઠીને કહે છે;
એ હું જ છું નૃપ, મને કર માફ !બાઈ!
એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ!
(શાર્દૂલવિક્રીડિત)
‘પીતો’તો રસ મિષ્ટ હું પ્રભુ! અરે ત્યારે જ ધાર્યુ હતું,
આ લોકો સહુ દ્ર્વ્યવાન નકી છે, એવી ધરા છે અહીં;
છે તોયે મુજ ભાગ કૈ નહીંસમો, તે હું વધારે હવે,
શામાટે બહુ દ્રવ્ય આ ધનિકની, પાસેથી લેવું નહીં?
(ઉપજાતિ)
રસ હવે દે ભરી પાત્ર બાઈ!
પ્રભુકૃપા એ નકે એ ભરાશે;
સુખી રહે બાઈ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માગું!
(વસંતતિલકા)
પ્યાલું ઉપાડી ઊભી શેલડી પસ માતા,
છારી વતી જરી જ કાતળી એક કાપી;
ત્યાં સેર છૂટી રસની ભરી પત્ર દેવા,
બ્હોળો વહે રસ અહો! છલકાવી પ્યાલું!
My favorite poet.wow maja padi.
Sapana
Well this is one of the best poems by KALAPI. I am not sure but if i am correct the first four line are to be sung in SHIKHRINI CHHAND…Its still some thing near to heart.
The theme of the poem is something real genuine thought on the system of governing people. I admire the great poet for his thought and then even more for putting with wonderful words….
maja padi bahu saras
ધન્ય કવિ 🙏🏻🙏🏻🙏🏻