ગ્રામ્યમાતા-કલાપી
(શાર્દૂલવિક્રીડિત)
ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમન્તનો પૂર્વમાં,
ભુરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એ કે નથી વાદળી;
ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,
જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠા ગીતડાં!
(માલિની)
મધુર સમય તેવે ખેતરે શેલડીના,
રમત કૃષિવલોનાં બાલ ન્હાનાં કરે છે;
કમલવત ગણીને બાલના ગાલ રાતા,
રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે!
(અનુષ્ટુપ)
વદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી,
અહો! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે!
(વસંતતિલકા)
ત્યાં ધૂળ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે;
ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને;
તે અશ્વને કુતુહલે સહુ બાલ જોતાં!
(મંદાક્રાન્તા)
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા નયન નબળાં ફેરવીને જુએ છે;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાન્ત બેસી રહીને,
જોતાં ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે.
(અનુષ્ટુપ)
ત્યાં તો આવી પહોંચ્યો Continue reading