"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગરીબીનું ગૌરવ!

2095633400_4bac44baedPakistan Povertynytfashionpoor1mother_babies_india

ગરીબીનું ગૌરવ અમે  તો   ગાઈએ,
      ઝૂંપડામાં ભલેને અમે રહીએ..ગરીબીનું ગૌરવ

છાશ-રોટલો  ના    મળે    તો,
      પાણી પી પેટ અમો તો ભરીએ…ગરીબીનું ગૌરવ

દેહ ઢાંકવા કાંઈ ન મળે તો,
      વાદળ  વીટી અમો તો ફરીએ.ગરીબીનું ગૌરવ

સુવા ખાટલો ના મળે  તો ,
       ધરતી ગોદ આપે ત્યાં સુઈએ..ગરીબીનું ગૌરવ

બાળ ક્યાં ભણવા જાય અમારા!
       તારા ગણી ગણીને ભણીએ..ગરીબીનું ગૌરવ

“સૌ સરખા છે”, એ વાત ખોટી
          તો  અલગવાસમાં કેમ અમે  રહીએ?..ગરીબીનું ગૌરવ

જુલાઇ 13, 2009 Posted by | કાવ્ય, સ્વરચિત રચના | 1 ટીકા

   

%d bloggers like this: