ચારણ -કન્યા – ઝવેરચંદ મેઘાણી
(ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો કે નેસ છે.ત્યાંની હીરબાઈ નામની કે એક ચૌદ વર્ષની ચારણ કન્યાએ એકલીએ પોતાની વાછરડીને મારનાર વિકરાળ સિંહને વાંછરડીનું માંસ ચાંખ્વા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો હતો.)
સાવજ ગરજે!
ગીરકાંઠાનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવત્કુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
નાનો એવો સમદર ગરજે
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના જાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે’
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે!
વાડામાં વાછરડા કાંપે
કૂબામાં બાલળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલાં કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગતાં કાંપે
જડ ને ચેતન સૌ એ કાંપે
આંખ ઝ્બૂકે!
કેવી એની આંખ ઝ્બૂકે!
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જેગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાટે!
ડુગર જાણે ડાચા ફાડે!
જોગી જાણે ગુફા ઉઘાડે!
જમરાજાનું દ્વાર ઉઘાડે
પૃથ્વીનું પાતળ ઉઘાડે
બરછે સરખા દાંત બતાવે
લસલસ! કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે!
બડકંદર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે!
જાણે આભ મિનારા ઊઠે!
ઊભો રે’જે!
ત્રાદ પડી કે ઊભો રે’જે!
ગીરના કુત્તા ઊભો રે’જે!
કાયર દુત્તા ઊભો રે’જે!
પેટભરા! તુ ઊભો રે’જે!
ભૂખમરા તું ઊભો રે’જે!
ચોર-લૂટારા ઊભો રે’જે!
ગા-ગોઝારા ઊભો રે’જે!
ચરણ -કન્યા
ચૌદ વરસની ચારણ -કન્યા
ચૂંદડિયાળી ચારણ -કન્યા
શ્વેતસુંવાળી ચારણ -કન્યા
બાળી ભોળી ચારણ -કન્યા
લાલ હિંગોળી ચારણ -કન્યા
ઝાડ ચડંતી ચારણ -કન્યા
પહાડ ઘૂમંતી ચારણ -કન્યા
જોબનવંતી ચારણ -કન્યા
આગ-ઝરંતી ચારણ -કન્યા
નેસ-નિવાસી ચારણ -કન્યા
જગદમ્બા-શી ચારણ -કન્યા
ડાંગ ઉઠાવે ચારણ -કન્યા
ત્રાડ ગજવે ચારણ -કન્યા
હાથ હિલોળી ચારણ -કન્યા
પાછળ દોદી ચારણ -કન્યા
ભયથી ભાગ્યો!
સિહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો!
sunder collection> I found so many new words. Thanks.
Sapana
Fun to read!
http://www.bpaindia.org
http://www.yogaeast.net
khub j sundar kavita che hun jyare triju toran bhanto hato tyare aa kavita bhanava ma aavati hati aaje ahin vaachi ne khub j anand thayo aavi j rite kalapi ni kavit “GRAMYA MATA che e mukava vinanti
pavan mehta na jay shri krishna vachashi ji
ખુબ ખુબ અભિનનદન બધી જ રચના વાંચી ચારણ કન્યા વાંચી ને બચપણ યાદ આવી ગયુ ખરેખર ધન્ય્વાદ છે તમને
aje 25varash pachi bachpan yad avi gayu.thanks
I like to saw my Future
ચારણ કન્યા અને શ્રી ઝવેરચંદ મેઘાણી
મનગમતી રચના આપે પીરસી
આભાર વિશ્વદિપજી
રમેશ પટેલ(આકાશદીપ
Unique Creation! Indeed.
this is wary goog .i am happy after read
ખુબ ખુબ અભિનનદન બધી જ રચના વાંચી ચારણ કન્યા વાંચી ને બચપણ યાદ આવી ગયુ ખરેખર ધન્ય્વાદ છે .mo.9825744522
Jay Bavishi Mataji
Kotada Bavishi
ચારણ કન્યા અને શ્રી ઝવેરચંદ મેઘાણી
મનગમતી રચના mo.9426995390
What a pleasure! Remembered my days in 1960s back home. Many Thanks and keep Gauravi Gujarat and Gujarati glwoing.
Ganpat
jay mataji aa bavishi mataji pan aek caran kanya ni vat cr’
aa mataji noetihas http://www.bavishimatajitemple.com joy shako cho’
shorat na carano khub premal ane deviputar ce;
gujrati bhasha mate na apna prayatna sarahniy chhe