"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

અંકલ-પિતા કે પતિ !!

radha

‘પિતા કહું? પતિ કહું કે પરમેશ્વર કહું? જેમાં ત્રણે સ્વરૂપો સમાયા છે.  ભટ્ટ સાહેબે મને શું નથી આપ્યું? આજ  આ આલીશાન મકાનમાં એકલી અટુલી બેસી ઈશ્વરને આજીજી કરું છું..’હે ઈશ્વર ? એમને જલ્દી સાજા કરી દે..મારા ભગવાન મને સાજા-નરવા પાછા આપી દે! હું એકલી શું કરી શકીશ? એમના સિવાય અહીયા મારું કોણ? એકલી કેમ જીવી શકીશ? હજારો વિચારના ઝાળાથી વિટળાયેલી રૂપાને ઊંઘ આવતી નહોતી.રૂપાના પતિ મહેશભાઈ ભટ્ટને છ મહિના પહેલા પ્રોસ્ટેટ કેન્સરનું ઑપરેશન કર્યું હતું. આજે એમનું રુટીન ચેક અપ અને ઑબઝરવેશન માટે એક દવસ હૉસ્પિટલમાં દાખલ કરેલ.મહેશભાઈ જાતેજ કાર લઈને હોસ્પિટલના પાર્કિંગ લોટમાં પાર્ક કરી દાખલ થઈ ગયાં હતાં.મારાથી રહેવાયું નહીં મે ફોન જોડ્યો: ‘ભટ્ટ સાહેબ, હવે કેમ છે? તમને તો કાલે રજા આપી દેશે, હું લેવા આવું?’ ગાંડી, તું બહું ચિતા ના કર, મારી તબિયત ઘણીજ સારી છે અને ડૉકરટ કાલે સવારે જેવા મને ડીસચાર્જ કરશે એટલે આપણી કાર લઈને ઘેર આવતો રહીશ, તું ચિંતા ન કરીશ, રાત્રે ઘરનો આલાર્મ ચાલુ કરીને સુઈ જજે’ પણ હું એકલી કદી સુતી નથી, મને બીક લાગે છે’ ‘રુપા, આલાર્મ ચાલુ હોય એટલે ચિતા નહી કરવાની અને આપણું નેબરહૂડ ઘણું  સેઈફ છે. ગુડ-નાઈટ રુપા! દસ વાગી ગયા છે, મને ઊંઘ આવે છે..કાલે મળીએ.’ ‘ઓકે સર.
                             ‘ક્યાં જન્મની લેણ દેણ હશે? ‘માંઈ,શેઠ સા’બ ભગવાન તમારું ભલુ કરે, બે દિવસની ભુખી છું..કઈ ખાવા માટે પૈસા આપો! કાંકરીયાની પાળ પાસે ભીખ માંગતી  એક છોરી!.. ‘ચાલ કાર માં બેસી જા’ફરસાણની દુકાનેથી ભજીયા કે કંઈ ખાવાનું અપાઉ!’ ‘ના, સા’બ મને મોટરવાળાની બીક લાગેસ’..’કેમ? અમે તને વાઘ જેવા લાગીએ છીએ?’ ભરોસો નહોતો બેસતો,પણ પેટમાં આગ ભડ ભડ બળે! ‘કંઈ વાંધો નહી, શેઠાણી પણ મોટરમાં છેને!’ કેમ તું અમારો ભરોસો નો’તી કરતી? સાહેબ એક’દી એક મોટરવાળો પૈસા અને ખાવાનું આપીશ એવું કહી મને ક્યાંક દૂર દૂર એક મકાનમાં લઈ ગયો, મારી આબરૂ લુટી..મને બેભાન હાલતમાં લોહી લોહાણ થયેલી રસ્તા વચ્ચે મુકી દીધી..મને પોલીસ દવાખાને લઈ ગયાં..ભાનમાં આવી ત્યારે ડાકટર સા’બે મારી ઉંમર પૂછી,મે કીધું મને ખબર નથી..મને બે દિવસ રાખી અને પોલીસ મારી સાથે આવ્યો…ચાલ તારા ઘેર લઈ જવું..કાંકરીયા પાસેના ઝૂંપડામાં મારું ઘર..ત્યાં ગયાં તો કોઈ નહોતું, બાજુમાં મન્છામાસી બોલ્યા..’અલી એ તો ઘણાં વખતથી હાલ્યા ગયા સ..ક્યાં ગયા ખબર નથી..મૉસી, હવે હું શું  કરીસ,પોલીસ તો મને મુકી જતો રહ્યો..શું કરીશ? ઝુંપડી સંપેટી જતા રહ્યા એ  મારા ખરા મા-બાપ હતાં એ પણ મને ખબર નહોતી..મારી પાસે દરરોજ  ભીખ મંગાવે,,કોઈ દી ભીખ ન મળે તો મને ઝુડી નાંખે!..’ બોલ તારે શું ખાવુ છે? સા”બ ગમે તે ચાલસે..ભુખ બહુ લાગીસ..ભજીયા-ખમણ પેટ ભરી ખાધા..ઘણાં વખત પછી આવું સારુ ખાવા મળ્યું..શેઠે ગાડી ઉભી રાખી’તી..શેઠાણીએ પૂછ્યું..તું મારે ઘેર કામ કરીશ? હું ખાવા-પીવા, રે’વા કપડા અને ઓરડી આપીશ..શેઠાણી મને સારા લાગ્યા! “હા” પાડી..મોટુ ઘર જોઈ, ગભરાઈ ગઈ..આટલા મોટા ઘરમાં..કોણ કોણ હસે? શેઠાણીએ મને ન્હાવા માટે કહ્યું..મને કસી ગતાગમ નહીં, શેઠાણીએ મને ન્હાવામાં કેવી રીતે બાથરુમમાં ન્હાવું..એ મદદ કરી આજે યાદ આવે છે..મીના શેઠાણી બહુ જ માયાળું,શાંત સ્વભાવના હતા.મને  મકાન બહાર ઓરડી આપી..એમાં રહેવા લાગી..ઘરની સાફ-સુફાઈથી માંડી બધુ કામ કરતાં મને શીખવાડ્યું. કોઈ વાર કિંમતી વસ્તું તુટી જાય કે મારાથી બગડી જાય તો કદી ગુસ્સે ન થાય!મને એ રૂપલી કહેતા..” જો રુપલી મને શેઠાણી અને સા’બને શેઠ નહી કહેવાનું ..સા’બને અંકલ અને મને આન્ટી કહેવાનું ..આવું બોલતા બોલતા ખાસો સમય નીકળી ગયો.મને રાત્રે થોડું ભણાવે પણ ખરાં.મીના આન્ટી કહે..રુપલી અમે અહીથી બહુ દૂર્ દૂર પરદેશમાં રહી એ છીએ..અહી અમે શીયાળામાં ત્રણ-ચાર મહીના આવીએ છીએ..હું કસુ સમજી નહી..એટલુ સમજી કે મને મુકી હવે દૂર દૂર જતા રહેશે, તો મારું કોણ? પણ એ દયાળું હતા..મને કહે તારે  બંગલાની ઓરડીમાં રહેવાનું અને ઘરનું ધ્યાન રાખવાનું અમે તને ખાધા-ખોરાકીના પૈસા આપતા જશું. કોઈ મુશ્કેલી પડે તો બાજુના પડોશી મનુશેઠને તારે કહેવાનું .મનુશેઠને દિવસે મારે ટયુશન  કલાસમાં જવાની ભલામણ અને વ્યવસ્થા કરતાં ગયાં. સાથો સાથ મારી ઓરડીમાં ફોન પણ મુક્યો.. પલેનમાં બેસી એ તો દૂર દૂર ઉડી ગયાં..હવે કયારે પાછા  આવશે?
                                    સમયના સરવાળા ક્યારેય પુરા થતાં નથી..પછી બાદબાકીનો તો સવાલ જ ક્યાં ઉભો થાય? સમયે મને સભાન કરી, થોડુ લખતા વાંચતા શીખી..મીના આન્ટી અને મહેશ અન્ક્લે મને થોડું થોડું ઈગ્લીશ પણ શીખવાડ્યું.. દર વરસે ત્રણ મહિના માટે અમેરિકાથી અમદાવાદ આવે..એ આવે મને લાગે મારા ભગવાન આવ્યા એટલી ખુશ થઈ જાવ..મનોમન નાચી ઉઠું. ‘રુપલી તારે અમેરિકા આવવું છેને?’ ‘ના અંકલ એ દેશતો બહું દૂર દૂર છે..મને પ્લેનમાં ઉડતા બીક લાગે!’ ‘ગાંડી, અમો દર વરસે પ્લેનમાં નથી આવતા? ચાલ , કાલથી તારે ઈગ્લીશના ટ્યુશન કરવાના છે.. ‘અંકલ,  ઘરનું કામ કોણ કરશે?’ બોલવામાં હવે શરમ તુટી હતી..’એની તારે ચિતા નહી કરવાની. આજ-કાલ કરતા દશ વરસ વિતી ગયાં..હવે તો અમેરિકા એમની સાથે ફોન  કરી વાતો કરુ છું.. રુપલી, તારા વીસમાં જન્મ-દિવસની શું ગીફ્ટ મોકલું?  અંકલ, આન્ટી તમારા આશિષ મારા માટે મોટી ગીફ્ટ છે..તમારા ચારે હાથ મારા પર છે મને કશું નથી જોઈતું! પણ મારા જન્મ દિવસે ઘેર અમેરિકાથી પારસલ આવીને પડ્યુ જ હોય!’Happy birthday to you’એવું  મ્યુઝીકલ કાર્ડ પણ હોય.
                                 રુપલી! તારા આન્ટી તને અને મને મુકી જતાં રહ્યાં!  અંકલ ક્યાં? મને કશી ખબર પડી નહી..ભગવાનના ઘેર! મારાથી ફોન પર ચીસ પડાઈ ગઈ..”નો અંકલ! શું થઈ ગયું આન્ટીને? રુપલી..એકાએક હાર્ટ-એટેક! કશું બોલી ન શકી..રુપલી તારા આન્ટી વગર હવે હું એકલો પડી ગયો!..અંકલ-આન્ટીને કોઈ સંતાન નહોતા..અંકલ તમો અહી આવતા રહો! હું છુને!તમારી
ટેઈક-કેર કરીશ.’ મહેશ અંકલ દર વરસે આવે.અંકલનું મૂળ વતન ભાવનગર હતું એટલે આન્ટીની યાદ રુપે ભાવનગર અનાથ-આશ્રમમાં પાંચ લાખનું દાન આપ્યું હતું . એ અહીયા આવે પણ  પહેલાં જેટલાં આનંદ ઉત્સાહમાં નહોતા રહેતા.ઘરમાં દિવા-આરતી કરે પણ  એમને મંદીરમાં  જવાનો શોખ નહી.આન્ટીને પણ નહોતો..બન્ને વૃદ્ધાશ્રમ, અંધશાળા અને ગરીબ બાળકોને ભણવામાં બહુજ પૈસા આપતાં..અંકલના પિતાના નામે..’નાનજીભાઈ ભટ્ટ’ની   સ્કુલ પણ અમદાવાદમાં ચાલે છે..
                                ‘રુપલી, મારી ઉંમર ૬૫ની થવા આવી, નિવૃત થઈ ગયો છું..પણ કાયમ માટે મારે અહી નથી રહેવું,,અમેરિકા મારી કર્મભૂમી છે,ભારત મારી જન્મભૂમી છે, બન્ને મારી માતા છે એક જશોદા ને એક દેવકી.બન્નેની ચાહત સરખી છે પણ  ત્યાં  મને બીજા ઘણાં મેડીકલ ફાયદા છે. મારું ફાયનાન્સ પણ ત્યાં છે’.’પણ અંકલ  તમો અહીં રહો તો જ હું તમારી સેવા કરી શકું .હું ત્યાં તો ન આવી શકું ને?’ ‘તારે  અમેરિકા આવવું છે?’ અંકલ, મને શામાટે બનાવો છો. હું ક્યાં અભણ-ગવાર!’રુપલી તું ખોટું  ન લગાડીશ.મારે તને અમેરિકા લઈ જવી છે અને એ પણ કાયમ માટે.’.’ના ના અંકલ મને તો બીક લાગે.’ ‘હું છુંને  !હા, એ વાત સાચી..હું અને તું કૉર્ટમાં લગ્ન કરી લઈ એ!’ ‘અંકલ? તમે તો મારા..પિતા..’ ‘રુપલી, સાંભળ, તને અમેરિકા લઈ જવી હોય તો એજ ખરો રસ્તો છે.’પણ સા’બ…’ ‘તું કશી ચિતાં ન કર..  મારી અને સા’બ વચ્ચે ૩૦ વરસનો તફાવત…મુંઝવણમાં મુકાઈ ગઈ પણ સાથે સાથ વિચાર પણ કર્યો કે અહી મારુ કોણ ? સા’બ નહી હોય તો કોઈ મને સંઘરસે નહી! પાછી રસ્તા પર આવી જઈશ..સા”બ મારા ભગવાન છે. એ જે કરે મારા સારા માટે જ કરતા હશે. અંકલ અને આન્ટીની મહેરબાનીથી મેં છેલ્લા  પંદર વરસમાં ટયુશન કરી ગુજરાતી, ઈગ્લીશ લખતા-વાંચતા અને બોલતા શીખી લીધું છે..મને લગ્નની વાત કરી મારા હૈયામાં ધાણી ફૂટવા લાગી. મારી સાથે કોણ લગન કરે? હું તો નસીબદાર છું.

                              પૈસાની આસપાસ ફેરફદુડી ફરતા માણસો..પૈસો મળે એટલે..જેમ કહો તેમ નાચે! મારી જન્મ તારીખનો દાખલો ક્યાં મળે? મને જ ખબર નથી હું ક્યાં જન્મીતી!પણ  સા’બે પૈસાના વાદળ વરસાવ્યા! બધુ કામ પતી ગયું..કોર્ટમાં લગ્ન થઈ ગયાં…ઘેર આવી બસ સા’બને ભેટી પડી..એણે પણ મને છાતી સરસી ચાંપી લીધી..ભારતથી એ જતા ત્યારે ઘણીવાર એમને ભેટી છું..પણ કોણ જાણે કેમ આ વખતે હ્રદયમાંથી  વિજળી સોસરવી નીકળી ગઈ એવો ભાસ થયો..! ધરતી ચીરી બીજ બહાર આવે એવો એક અનોખો આનંદ!  કંઈ ખબર નથી પડતી..સા’બતો ગુડનાઈટ કહી એના રૂમમાં જતાંરહ્યાં.’માર લગન  થયાં, એ મારા પતિ !ના ના શું કહું છું..મનને ખોટા વિચારે ચડતા ક્યાં વાર લાગે છે! આખી રાત મન મોંજાની જેમ..ચંદ્રને ભેટવા..ઉછળી રહ્યું હતું!ખબર હતી એ વ્યર્થ છે..પણ મન તો પવન જેવું ..કોણ એને પકડી શકે? ગામમાં સાચી ખોટી વાતો પણ ફેલાઈ..’કાગડો દહીંથરું લઈ ગયો..આટલી ઉંમરે..આટલી યુવાન છોકરી સાથે!…ભાઈ આતો અમેરિકાનો મોહ!
                           ફિયાન્સે વીઝા સાથે અમેરિકા આવી..ગ્રીનકાર્ડ પણ આવી ગયું..આજકાલ કરતાં પાંચ વરસ થઈ ગયાં સા’બ સાથે સુખી છું. સા’બે બે વરસ પહેલાં કીધુ’તું  કે રૂપલી! તને કોઈ અહી સારો છોકરો મળી જાય તો મને કહેજે..કારણકે કાયદેસર રીતે હવે તારી સાથે લગન કર્યા ત્રણ વરસ પૂરા થઈ ગયાં છે ને હવે તું બીજે લગન કરે તો કાયદેસર રીતે તને કશો વાંધો પણ ન આવે.’ ‘અંકલ, મારે બીજા લગ્ન નથી કરવા.હું તમારી સાથે સુખી છું.’..’હા પણ મારી ઉંમર વધતી જાય છે.હું કેટલાં વરસ? અંકલ આવું ન બોલો..તમને મારા સમ ! તમો સો વરસ ઉપર જીવવાના છો..રુપલી તું બહું બોલે છે!અંકલ , તમે મને  મેડીકલનો કૉર્ષ કરાવ્યો..હોસ્પિટલમાં પાર્ટ-ટાઈમ જોબ  અપાવી…હું તમારી સાથે સુખી છું.ટૂંક સમયમાં હું અહીંની સિટિઝન થઈ જઈશ’..’વાહ! રુપલી! બોલવામાં હવે તું હોશિયાર થી ગઈ છે.

                       ડૉકટરે  જ્યારે અંકલને પ્રોસ્ટેટ કેન્સરછે એવી  વાત કરી ત્યારે  અંકલની  મારી ચિંતા કોરી ખાતી હતી..”જો રુપલી,મે તારા નામે આ વીલ બનાવ્યું છે તેની તું આ કૉપી તારી પાસે રાખ. જેમાં આ મકાન-મિલકત  અને  મહિને  મારા ફાયનાન્સ-ઇન્વેસ્ટમેન્ટ્માંથી ૫૦૦૦ હજાર ડૉલર આવે છે તે પણ મારા પછી.’.અંકલ! આવું ના બોલોને!! હું રડી પડી..’તું બધું શાંતીથી સાંભળી લે..મારા દેહનો હવે કોઈ ભરોસો નહી..હું ગયા પછી તને કશું દુ:ખ ના પડે અને મારા આત્માને શાંતી મળે’.. આ માનવરુપે જન્મેલા મારા તો ભગવાન છે..આજ એ હોસ્પિટલમાં છે..મને ઊંઘ પણ નથી આવતી.. સવારના ચાર વાગી ગયાં..આંખે એક મટકું પણ ન માર્યું પણ બેડમાં સુઈ રહી..વહેલી પરોઢે થોડી ઊઘ આવી..છ વાગે ફરી જાગી ગઈ..ઉઠી,શાવર લીધો અને બાજુમાં જઈ ભગવાનને દિવા-બત્તી કરી ગીતા લઈ એક અધ્યાય વાંચ્યો..બાદ ચા બનાવી અને અંકલને  ફોન કર્યો..’અંકલ આજે કેમ છે? ડૉકટર કેટલા વાગે રજા આપશે?’ ‘રુપલી, ગૂડ-મૉરનીગ..મેં હજુ હમણાંજ કૉફી પીધી, સારું છે, ડૉકટરની રાહ જોવુ છું..એ લગભગ નવ વાગે આવશે અને ડીસચાર્જ કર્યાબાદ હું ઘેર આવી શકીશ..હું તમને લેવા આવું? ગાંડી મે તને ગઈકાલે તો કીધુંતુ.. સોરી અંકલ હું ભુલી ગઈ..ઓ..કે..હોસ્પિટલમાંથી નિકળતા પહેલા મને ફોન કરજો અને ડૉકટર  પાસેથી જાણી લેજો કે તમે ખોરાકમાં શું લઈ શકશો?’ ‘રુપલી મને ડૉકટરે ખાવામાં કોઈ રીસ્ટ્રીકશન આપ્યું નથી..માત્ર બહું સ્પાઈસી નહી ખાવાનું’..’આજે મગભાત..પુરણપૂરી અને તમારા ભાવતું ભરેલા રીંગણાનું શાક ચાલશે? રુપલી…તું મારું બહું જ ધ્યાન રાખે છે..I love you..You are a great person..ચાલ..નર્સ આવી છે ફોન મુકુ છું..ઑકે બાય અંકલ!!!

                     બપોરના બે વાગવા આવ્યા..હજુ  અંકલ આવ્યા નહીં?..હોસ્પિટલમાંથી તો અગિયાર વાગે નીકળી ગયા’તા..ટ્રાફીકમાં સ્ટક થઈ ગયા હશે ? પણ સેલફોન કેમ નથી ઉપાડતા?? ડૉરબેલ વાગ્યો..’Who is there?’… ‘Police’..મે પીપ-હૉલમાંથી જોઈ બારણું ખોલ્યું..Are you mrs. Bhatt? Yes..I am.. I am sorry to let you know that your husband has been killed in car wreck..Oh my God!..(તમે જ મીસીસ ભટ્ટ છો?..હા હું જ..મને તમને જાણ કરતા દુ:ખ થાય છે કે તમારો પતિ  કાર અકસ્માત માં મૃત્યું પામ્યા છે… ઓહ ! ભગવાન )હવે મારું અહીયા કોણ?…

જુલાઇ 6, 2009 - Posted by | ટુંકીવાર્તા, સ્વરચિત રચના

8 ટિપ્પણીઓ »

 1. અંત સુધી જકડી રાખતી સુંદર વાર્તા.

  ટિપ્પણી by સુનિલ શાહ | જુલાઇ 6, 2009

 2. very touchy story.

  sapana

  ટિપ્પણી by sapana | જુલાઇ 6, 2009

 3. I experienced the pain of Rupali.

  ટિપ્પણી by Geeta | જુલાઇ 6, 2009

 4. saras varta Che…chhek sudhi pakdi rakhe Che…fari fari var vachvanu man thay che.

  ટિપ્પણી by Rekha | જુલાઇ 6, 2009

 5. અંત સુધી જક્ડી રાખતી વાર્તા માટે અભિનંદન !

  ટિપ્પણી by arvindadalja | જુલાઇ 7, 2009

 6. hraday sparshi varta…

  ટિપ્પણી by chetu | જુલાઇ 8, 2009

 7. Very emotional story.We liked it. Hope you will keep continue publishing such a nice reading material.

  ટિપ્પણી by Dinesh & Meera | જુલાઇ 12, 2009

 8. અત્યંત સંવેદનશીલ ….આવી સુંદર વાર્તા માટે ખુબ ખુબ અભિનંદન .

  ટિપ્પણી by Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) | ફેબ્રુવારી 1, 2011


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: